ભરૂચની ૩૫થી વધુ આંગણવાડી મહિલાઓ અશ્લીલ વીડિયો કોલથી પરેશાન

અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી ૩૫થી વધુ બહેનો પર કોઈ ત્રાસદાયક વ્યક્તિ દ્વારા વીડિયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે બહેનોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને કેટલીક બહેનોને પારિવારિક વિખંડનનો સામનો કરવો પડ્યો છે.
આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલનનું કાર્ય કરે છે. ભરૂચ જિલ્લામાં કુલ ૧૫૦૦ બહેનો કાર્યરત છે.
આ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સીમ કાર્ડ પર એક જ વ્યક્તિ દ્વારા વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહી છે.એક જ નંબર પરથી આવી રહેલા અશ્લીલ કોલના કારણે બહેનો મનોભંગ અનુભવી રહી છે. વીડિયો કોલમાં અજાણ્યો શખ્સ અશ્લીલ હરકતો કરતો હોવાનું સામે આવ્યું છે.
સવારે, બપોરે કે રાત્રે કોઈ પણ સમયે આવતી આવા પ્રકારની કોલોએ ઘણા ઘરોમાં ઝઘડાની પરિસ્થિતિ ઉભી કરી છે.આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિણી પરમારએ જણાવ્યું કે, ઘટના અંગે તેમની બહેનો દ્વારા જાણ થતાં તેઓએ તેમના આંગણવાડી ગ્‰પમાં મેસેજ કરીને ૭૭૧૭૫૪૨૯૦૧ નંબર પરથી આવતા કોલ ન લેવાની અપીલ કરી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના ફોન બંધ હોવાથી બહેનોએ પોતાના પર્સનલ ફોનમાં તે સિમ કાર્ડ નાખ્યાં છે, જેનાથી હવે કોઈ પણ કોલ આવે તો તેમને ડર લાગે છે.આ મામલે સ્થાનિક પોલીસમાં જાણ કર્યા બાદ હવે તેઓ સાયબર ક્રાઇમ શાખામાં પણ ફરિયાદ દાખલ કરવાની તૈયારીમાં છે.
રાગિણીબહેન કહે છે કે, આવા માનસિક વિકૃતિ ધરાવતા શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.એક આંગણવાડી બહેનએ જણાવ્યું કે, રાત્રે ૧ઃ૩૫ વાગ્યે તેમના મોબાઈલ પર વિડિયો કોલ આવ્યો હતો.
ઇમરજન્સી સમજીને તેમણે કોલ લીધો, પરંતુ કોલ જોઈને તેઓ દંગ રહી ગયા. તેમના પતિ પણ જાગી ગયા હતા અને ઘટના બાદ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ. સવારે પતિને તેમણે સમજાવ્યું કે આ આઇસીડીએસનો સિમ છે અને કદાચ ળોડ કોલ હશે.
બાદમાં ગ્‰પમાંથી ખબર પડી કે અન્ય બહેનોને પણ આવા ન્યૂડ કોલ મળ્યા છે. અંતે, બહેનોની માગણી છે કે આવા ત્રાસદાયક અને અશ્લીલતા ફેલાવતા શખ્સ સામે કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.SS1MS