Western Times News

Gujarati News

વીસ વર્ષ બાદ વિદ્યા બાલનની પહેલી મુવી જોવા મળશે

મુંબઈ, અભિનેત્રી વિદ્યા બાલન અને સૈફ અલી ખાનની મુવી પરિણીતાવર્ષ ૨૦૦૫ માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓએ ફરીથી મૂવીનું નવું ટ્રેલર રિલીઝ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

પરિણીતા મુવીમાં મુખ્ય ભૂમિકામાં વિદ્યા બાલન છે જે વર્ષ ૨૦૦૫ રિલીઝ થયું હતું, વિદ્યા બાલનએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની પહેલી ફિલ્મનું નામ ‘પરિણીતા’ હતું.

હવે આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફરી એકવાર સૈફ અલી ખાન અને વિદ્યા બાલનનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. આ ઉપરાંત ટ્રેલરની ગુણવત્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ઉપરાંત ‘પિયા બોલે’ ગીત ક્લાસિક ફિલ્મનો અહેસાસ આપી રહ્યું છે.

વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘પરિણીતા’ ૨૯ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે જે દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ આપશે. ‘પરિણીતા’ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બે દાયકા પછી પણ ફિલ્મ તેના મ્યુઝિક, શાનદાર અભિનય અને મજબૂત સ્ટોરી સાથે પાછું તૈયાર કરવામાં આવ્યું છે.પરિણીતા મુવીનું નિર્દેશન પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

વિદ્યા બાલન અને સૈફ અલી ખાન ઉપરાંત, સંજય દત્ત અને દિયા મિર્ઝા પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો બતાવવામાં આવ્યું છે કે લલિતા અને શેખર બાળપણના મિત્રો છે, પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ તેમનો પ્રેમ સમાજ અને પરિવારના નિયમો સામે સંઘર્ષ કરતો જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.