૧૬ વર્ષની ઉંમરે જાણીતી ટીવી એક્ટ્રેસ થઇ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર

મુંબઈ, બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું છે. ઘણા કલાકારોએ આ બાબતે ખુલ્લેઆમ વાત પણ કરી છે. તાજેતરમાં એક જાણીતી ટેલીવિઝન અભિનેત્રીએ પણ પોતાનો અનુભવો શેર કર્યાે છે.જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી ફક્ત ૧૬ વર્ષની હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.
એક સમય એવો પણ આવ્યો હતો કે તે કરોડોના દેવામાં ડૂબી ગઈ હતી અને રસ્તા પર સૂવાની નોબત આવી હતી. અહીં વાત થઈ રહી છે જાણીતી ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇની, જે ‘ઉતરણ’ શો દ્વારા ખૂબ જ લોકપ્રિય બની હતી.રશ્મિ દેસાઇએ એક સમયે ભોજપુરી સિનેમામાં પણ સફળતા હાંસલ કરી હતી. તેણે કારકિર્દીમાં દરેક પ્રકારના રોલ કર્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે ખુલાસો કર્યાે હતો. જો કે તે આ વિષય પર પોતાના સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર ખુલ્લેઆમ વાત કરી ચૂકી છે.રશ્મિએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તે ૧૬ વર્ષની હતી ત્યારે તેને ઓડિશન માટે બોલાવામાં આવી હતી અને ત્યાં તેને બેભાન કરવાનો પ્રયાસ થયો હતો.
કોઈક રીતે રશ્મિ ત્યાંથી બચીને ભાગી ગઈ અને બીજા દિવસે પોતાની માતા સાથે ત્યાં પહોંચી. તેણે જણાવ્યું કે તેની માતાએ આરોપીને લાફો મારીને પાઠ ભણાવ્યો હતો. ત્યારબાદ રશ્મિને ઘણી મદદ મળી હતી.
આગળ તે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા કહે છે, “શો બંધ થયા બાદ મેં ઘણું જોયું. ચાર દિવસ સુધી રસ્તા પર સૂવું પડ્યું હતું. મારી પાસે એક કાર હતી જેમાં હું સૂતી હતી.
મારી વસ્તુઓ મેં મેનેજરના ઘરમાં રાખી હતી. મને ક્યારેક તો રિક્ષાચાલક પાસેથી ૨૦ રૂપિયાનું ભોજન લઈ ખાવું પડ્યું. એ દિવસો હું ક્યારેય ભૂલી શકી નથી.” રશ્મિએ વધુમાં જણાવ્યું કે તેણે પોતાના જીવનમાં ડિવોર્સનું દુઃખ પણ સહન કર્યું છે. હાલના સમયની વાત કરીએ તો રશ્મિ દેસાઇ છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘મમ્મી તને નઈ સમજે’માં જોવા મળી હતી. ઉપરાંત અનેક રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે.SS1MS