એમેઝોન માર્કેટપ્લેસ પર બે બહેનોની રચનાત્મકતા તાશા ક્રાફ્ટ રક્ષાબંધનના તહેવારો માટે સજ્જ છે

અમદાવાદ, ઘરઆંગણાની જ્વેલરી બ્રાન્ડ તાશા ક્રાફ્ટ રોગચાળા દરમિયાન એક માતાની રચનાત્મકતા દ્વારા ઉદ્ભવી હતી. સ્થાપક ખુશ્બુ દ્વારા હાથબનાવટના ઘરેણાં તૈયાર કરવાના એક ઉત્સાહી પ્રોજેક્ટ તરીકે થયેલી શરૂઆત ટૂંક સમયમાં જ એક સ્પષ્ટ મિશન સાથે એમએસએમઈમાં ફેરવાઈ ગઈ.
આ મિશન હતું ભારતીય કારીગરીને રોજબરોજની ફેશનમાં લાવવી. કોવિડ-19 લોકડાઉન દરમિયાન કંઈક રચનાત્મક કરવા માટે આ સફર શરૂ થઈ હતી જ્યારે ખુશ્બુએ અંગત વપરાશ માટે જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું હતું. Creativity of a Sister Duo on Amazon Marketplace, Taasha Craft Gears Up for Raksha Bandhan Festivities.
આજે તાશા ક્રાફ્ટ એક બહેન અને ભાભી દ્વારા સંચાલિત છે જેમણે ડિઝાઇન માટેના સહિયારા પ્રેમને એક ધબકતો વ્યવસાય બનાવ્યો છે. ખુશ્બુની દીકરીના નામ પરથી પ્રેરિત બ્રાન્ડનું નામ તાશા સંસ્કૃતિમાં મૂળિયા ધરાવે છે જે પ્રેમથી તૈયાર કરવામાં આવી છે અને આશાવાદથી ભરપૂર છે. સાંસ્કૃતિક વારસા અને પારિવારિક સંબંધોની આ ભાવના દરેક વસ્તુમાં ઝળકી ઉઠે છે, ખાસ કરીને રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન જ્યારે પરંપરા અને વ્યક્તિગત જોડાણો સાથે આવે છે.
એમેઝોન ડેશબોર્ડ સાથે વિશ્વસનીયતાનું નિર્માણ –2023માં તાશા ક્રાફ્ટે કારીગર પ્રોગ્રામ હેઠળ એમેઝોન ઈન્ડિયા સાથે ભાગીદારી કરી હતી જેણે ભારતના કારીગરો અને વણકરોને ટેકો આપ્યો હતો. એમેઝોનની બહોળી પહોંચ સાથે બ્રાન્ડે ટિયર 1, 2 અને 3 શહેરોમાં ગ્રાહકોની એક્સેસ મેળવી હતી. આનાથી તેમને એવી મહિલા ગ્રાહકો સાથે જોડાવવામાં મદદ મળી જેઓ હાથબનાવટના ઝવેરાતના વારસાની કદર કરે છે પછી ભલે કારીગરો ગમે ત્યાંના હોય.
નવી બ્રાન્ડ્સ માટે ભરોસો ખૂબ કિંમતી છે અને એમેઝોનની રિવ્યૂઝ, પ્રાઇમ ડિલિવરી અને વધુ સારા બ્રાન્ડ કન્ટેન્ટ જેવી ઇકોસિસ્ટમે તાશા ક્રાફ્ટને કમાણી માટેના ટૂલ્સ આપ્યા. પ્રોડક્ટ રેન્જ ડિજિટલ શૉકેસ બની અને એમેઝોન પર તેના લોન્ચિંગથી ગ્રાહકોએ હૂંફ તથા વધતી વફાદારી સાથે પ્રતિસાદ આપ્યો.
તાશા ક્રાફ્ટ માટે રક્ષાબંધન એક મહત્વની સિઝન કરતાં સવિશેષ છે. તે એક ઉજવણી છે જે બ્રાન્ડના પ્રેમ, વારસો અને હસ્તકલા સુંદરતાના સિદ્ધાંતોને દર્શાવે છે. એમેઝોનના રીઅલ-ટાઇમ ડેશબોર્ડ્સ દ્વારા ગ્રાહકોની રુચિ અને ડિમાન્ડ પેટર્નને નજીકથી ટ્રેક કર્યા પછી, બ્રાન્ડે એક ખાસ રાખી એડિટ તૈયાર કર્યું છે, જેમાં જટિલ રીતે ડિઝાઇન કરાયેલ હાથથી બનાવેલી રાખડીઓ અને બંગડીઓના સેટનો સમાવેશ થાય છે જે ભાવના અને મોસમી વલણો બંને સાથે સુસંગત છે. આ ઓફરિંગ્સ તહેવારના ભાવનાત્મક સાર સાથે ઊંડે સુધી પડઘો પાડે છે અને ઉજવણીની સુંદરતાને કાળજીપૂર્વકની કારીગરીમાં વણી દે છે.
આ બ્રાન્ડે ડેટા-આધારિત આંતરદ્રષ્ટિથી પણ પોતાને સજ્જ કર્યા છે, જે તેમને ઉભરતી પસંદગીઓને ઓળખવા, તેની ઇન્વેન્ટરીને સુધારવા અને ફક્ત રક્ષા બંધન માટે જ નહીં, પરંતુ આવનારા વ્યાપક તહેવારોની મોસમ માટે પણ કલેક્શન તૈયાર કરવા સક્ષમ બનાવે છે. કલર પેલેટથી લઈને પેકેજિંગ સંકેતો સુધી, દરેક ડિટેઇલ માર્કેટપ્લેસ પરના ભૂતકાળના ગ્રાહક વર્તણૂંકના ડેટામાંથી મળેલી આંતરદ્રષ્ટિનું પરિણામ છે, જે સુસંગતતા, પડઘો અને પહોંચ સુનિશ્ચિત કરે છે. ડેટા આંતરદ્રષ્ટિનો વ્યૂહાત્મક ઉપયોગ તાશા ક્રાફ્ટને બદલાતી ગ્રાહક જરૂરિયાતો સાથે જોડાતા વલણો અને ડિઝાઇન ઓફરિંગમાં આગળ રહેવામાં મદદ કરે છે.
તહેવારોની માંગ માટેની તૈયારી રક્ષા બંધન પહેલા, તાશા ક્રાફ્ટમાં એન્ગેજમેન્ટ અને માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, જેમાં મોસમી વેચાણમાં 20-30 ટકાનો વધારો થાય છે. આ તહેવારોના મોમેન્ટમનો લાભ લેવા માટે, બ્રાન્ડ એમેઝોનની મજબૂત સપોર્ટ ઇકોસિસ્ટમ પર આધાર રાખે છે જેમાં ફુલફિલ્ડ બાય એમેઝોન (એફબીએ), સેલર ફ્લેક્સ, એમેઝોન એડવર્ટાઇઝિંગ અને કીવર્ડ એનાલિટિક્સ જેવા ટૂલ્સનો ઉપયોગ થાય છે. આ સર્વિસીઝ સરળ લોજિસ્ટિક્સ, વધુ બારીક રીતે ટાર્ગેટિંગ અને કાર્યક્ષમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટને સક્ષમ બનાવે છે, જે બ્રાન્ડને ગુણવત્તા અથવા ગ્રાહક સંતોષ સાથે સમાધાન કર્યા વિના તહેવારની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સશક્ત બનાવે છે.
ભાવિ માર્ગઃ હસ્તકલામાં વધુ ભવ્યતા, વધુ ઉજવણી
તાશા ક્રાફ્ટની સફર વારસામાં મૂળ ધરાવે છે અને ભવિષ્ય દ્વારા સંચાલિત છે. જેમ જેમ બ્રાન્ડ તેની હાજરીનો વિસ્તાર કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ રક્ષા બંધન એક અર્થપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહે છે, જે ફક્ત ભાઈ-બહેનના બંધનનું જ નહીં, પરંતુ પરંપરા અને નવીનતા વચ્ચેના શક્તિશાળી જોડાણનું પ્રતીક છે.
તાશા ક્રાફ્ટ આ તહેવારોની મોસમ માટે તૈયારી કરી રહી છે, રક્ષાબંધનથી દિવાળી સુધી, તે એમેઝોનના પર્ફોર્મન્સ ડેશબોર્ડ્સ, એડ એનાલિટિક્સ અને ફુલફિલ્ડ બાય એમેઝોન જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને એક મજબૂત વ્યવસાય અને માર્કેટિંગ વ્યૂહરચના બનાવવા, ગ્રાહકોની પહોંચને વ્યાપક બનાવવા અને ગ્રાહકો માટે ઝડપી અને સરળ ડિલિવરી અનુભવ બનાવવાનું ચાલુ રાખે છે. બ્રાન્ડનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં ભારતના સૌથી પ્રિય હેન્ડક્રાફ્ટેડ જ્વેલરી લેબલ્સમાંનો એક બનવાનો, કલેક્શનને વધારવાનો, વધુ કારીગરોને સશક્ત બનાવવાનો અને એક મજબૂત ડિજિટલ-ફર્સ્ટ ઓળખ બનાવવાનો છે.