Western Times News

Gujarati News

ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે: ચાઈનીસ રાજદૂતનો ટ્રમ્પને ટોણો

ટેરિફ મામલે ચીને ભારતને આપેલું સમર્થન-ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું

બેઈજીંગ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્્યા બાદ ચીને ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે.

આ પહેલા ટ્રમ્પે ભારતથી અમેરિકામાં નિકાસ થતા ઉત્પાદનો પર કુલ ૫૦ ટકા ટેરિફ ઝિંક્્યો હતો. ટ્રમ્પે વાંધો એ છે કે, ભારત રશિયા પાસેથી વધુ વેપાર કરે છે, તેથી જ તેમણે ભારત-અમેરિકાના ગાઢ સંબંધો ભૂલી વધુ ટેરિફ ઝિંકી રહ્યા છે.

ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (૭ ઓગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. ચાઈનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસાવા લાગે છે.

આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે.

ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન (ઉ્‌ર્ં)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ ૫૦ ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત, બ્રાઝિલ અને ચીન મ્ઇૈંઝ્રજી ગ્રૂપના સભ્યો છે. ટ્રમ્પે બ્રિક્સના દેશો પર અનેક આક્ષેપો કરીને મોટો ટેરિફ વસૂલવાની વાત કહી છે. ટ્રમ્પે ભારત-ચીન પર પણ ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે, બંને દેશો રશિયા પાસેથી જે ક્રૂડ ખરીદી રહ્યા છે, તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પે ટેરિફ બોંબ ઝિંક્્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપી કહ્યું છે કે, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ પગલા ભરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.