Western Times News

Gujarati News

આ પાંચ રીતથી થઈ રહી છે વોટ ચોરીઃ મહારાષ્ટ્રમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધી

આ ચોરી પકડવા છ મહિનાનો સમય લાગ્યોઃ મહારાષ્ટ્રમાં ૪૦ લાખ મતદારો રહસ્યમયીઃ બેંગ્લુરૂમાં ૧ લાખથી વધુ મતની ચોરી-રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ –

નવી દિલ્હી,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટ વેરિફિકેશન (જીંઇ) મુદ્દે ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદારોની યાદી રજૂ કરતાં બંને રાજ્યોમાં નકલી વોટર્સ હોવાનો આરોપ મૂક્્યો છે.

રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચની ધાંધલીનો પર્દાફાશ કરતાં કહ્યું કે, બંધારણનો પાયો વોટ છે. એવામાં આપણે વિચારવુ જોઈએ કે, શું યોગ્ય લોકોને વોટ આપવાનો હક અપાઈ રહ્યો છે, શું મતદારયાદીમાં નકલી મતદારોને જોડવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થઈ. અમે મહારાષ્ટ્રમાં હારી ગયા. મહારાષ્ટ્રમાં ૪૦ લાખ મતદારો રહસ્યમયી છે. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવુ પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઈનકાર કરી દીધો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં નકલી વોટિંગ થઈ રહ્યું છે. અમને આ ચોરી પકડવા માટે અમને ઘણો સમય લાગ્યો. અમે અમારા સ્તર પર તપાસ હાથ ધરી. છ મહિનાનો સમય લાગ્યો. અમે બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદારોની યાદી ચકાસી. જ્યાં અમે ૩૨૭૦૭ મતથી હાર્યા હતા. આ એક બેઠક પર ભાજપ ૧ લાખથી વધુ માર્જિનથી જીતી હોવાથી અમને શંકા ગઈ.

બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા ચૂંટણીમાં ૬.૫ લાખ મતદાન થયુ હતું. જેમાં એક લાખ મત વધુ હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતાં, તેમજ ઘણાના સરનામા ખોટા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતાં જણાયું કે, ૪૦ હજાર મકાનોના સરનામાં જ શૂન્ય છે. ડુપ્લિકેટ મતદારોની સંખ્યા વધુ છે. ૧૧ હજાર લોકોએ ત્રણ વખત મત આપ્યો હતો. એક જ એડ્રેસ પર ૪૬ લાખ મતદારો અને એક જ રૂમના ઘરમાં ૮૦ મતદારો હતાં.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમારી તપાસમાં મતદારોની યાદીમાં ગેરરીતિ જોવા મળી છે. જેમાં ઘણા લોકોના પિતાના નામની આગળ કંઈક લખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં ૪૦ હજાર મકાનોના સરનામા શૂન્ય છે. ડુપ્લીકેટ મતદારોની સંખ્યા અનેકગણી છે. ૧૧ હજાર લોકો સંદિગ્ધ છે. જેમણે ત્રણ વખત મત આપ્યો છે. એક જ સરનામા પર ૪૬ મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે.

આ પાંચ રીતથી થઈ રહી છે વોટ ચોરી
ડુપ્લિકેટ વોટર્સ
ફેક અને ઈનવેલિડ એડ્રેસ
એક જ સરનામા પર બલ્ક વોટર્સ
ઈનવેલિડ ફોટો
ફોર્મ ૬નો દુરૂપયોગ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.