Western Times News

Gujarati News

યુ-ટ્યુબ પર વિડીયો જોઈ પત્નિએ બનાવ્યો પતિને ઝેર આપવાનો પ્લાન

જાણવા મળ્યું કે રમાદેવી તેના પતિથી છૂટકારો મેળવવા માટે મક્કમ હતીઃ આ માટે તેણે યુટ્યુબ પર શોધ કરી- પત્નીએ કાનમાં ઝેર આપી પતિની હત્યા કરી નાખી

હૈદરાબાદ, તેલંગણાના કમિરમનગરમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પોતાના પતિની નિર્મમ હત્યા કરી છે. આ હત્યાનું ષડયંત્ર એવી રીતે રચવામાં આવ્યું કે મહિલાએ તેને અંજામ આપવા યુટ્યુબની મદદ લીધી હતી.

મૃતકની ઓળખ સંપથના રૂપમાં થઈ છે, જે એક પુસ્તકાલયમાં સફાઈકર્મી હતો. તેને દારૂ પીવાની ટેવ હતી અને નશાની હાલતમાં પત્ની રામાદેવી સાથે લડાઈ કરતો હતો. પરિવારમાં બે બાળકો છે, જેનું ભરણ-પોષણ રામાદેવી પોતાની નાસ્તાની દુકાન ચલાવી કરે છે. નાસ્તાની દુકાન પર રામાદેવાની મુલાકાત ૫૦ વર્ષના કર્રે રાજય્યા સાથે થઈ. ત્યારબાદ બંનેએ અનૈતિક સંબંધ બનાવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રમાદેવી તેના પતિથી છૂટકારો મેળવવા માટે મક્કમ હતી. આ માટે તેણે યુટ્યુબ પર શોધ કરી અને એક વિડીયો જોયો જેમાં કાનમાં જંતુનાશક દવા નાખીને કોઈની હત્યા કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. રમાદેવીએ આ ભયાનક યોજના તેના પ્રેમી રાજય્યાને જણાવી. આ પછી, બંનેએ હત્યાની યોજના બનાવી.

હત્યા થઈ તે રાત્રે રાજય્યા અને તેના મિત્ર શ્રીનિવાસે સંપથને બોમ્બાકલ ફ્લાઈઓવરની પાસે દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. દારૂ પીધા બાદ જ્યારે સંપથ નશાની હાલતમાં જમીન પર પડી ગયો, રાજય્યાએ તેના કાનમાં કીટનાશક નાખી દીધું. ત્યારબાદ તેનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. હત્યા બાદ રાજય્યાએ રામાદેવીને ફોન કરી કહ્યું કે કામ થઈ ગયું છે.

બીજા દિવસે રામાદેવીએ પોલીસ સ્ટેશનમાં સંપથ ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસને શંકા ત્યારે ગઈ જ્યારે ૧ ઓગસ્ટે સંપથનો મૃતદેહ મળ્યા બાદ રામાદેવી અને રાજય્યા બંનેએ એક સુરમાં કહ્યું કે પોસ્ટમોર્ટમ ન કરાવવામાં આવે. આ માંગથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૃતકના પુત્રએ પણ મોતને શંકાસ્પદ ગણાવતા પોલીસ તપાસની માંગ કરી હતી.

પોલીસે જ્યારે ફોન કોલ ડેટા, લોકેશન ટ્રેકિંગ અને ઝ્રઝ્ર્‌ફ ફુટેજની તપાસ કરી તો એક બાદ એક વાત સામે આવવા લાગી. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. રામાદેવી, રાજય્યા અને શ્રીનિવાસની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.