બાલાસિનોર ખાતે હેલ્પીંગહેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ એન્ડ સર્જીકલ ચેકઅપ કેમ્પ
આજ રોજ નવાબી નગરી બાલાસિનોરમાં હેલ્પીંગહેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માઝ હોસ્પિટલ,લુણાવાડા ના સહયોગથી ફ્રી મેડીકલ એન્ડ સર્જીકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા માઝ હોસ્પિટલ નાં ફિઝીશન એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. હકીમુદ્દીન વાઘજીપૂરવાલા (એમ.બી.બી.એસ, એમ.બી (ક્રિટીકલ કેર મેડિસીન) તથા ડૉ. ફઝલ પટીવાલા (એમ.એસ સર્જન) જેવા નિષ્ણાંત ડૉક્ટરો એ આ કેમ્પમાં સેવા આપી હતી. આ કેમ્પમાં બાલાસિનોર નગરનાં નવાબ સાહેબ શ્રી સલાવત ખાનજી બાબી સાહેબ, માઝ હોસ્પિટલનાં ટ્રસ્ટી કૌસરભાઈ ગુલાટી, બાલાસિનોર નગર પાલીકાના તમામ કોર્પોરેટરો તથા તમામ નગરની મસ્જીદોના ઈમામ સાહબો ઉપરાંત નગરના સમાજીક કાર્યકર્તાઓ હાઝર રહ્યા હતા. આ કેમ્પ મોહંમદી હાઈસ્કુલમા સવારે ૧૦:૦૦ કલાકથી બપોરનાં ૦૨:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં હેલ્પીંગ હેન્ડ કમિટીનાં પ્રમુખ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. નગરના ૧૦૦ થી વધારે દર્દીઓએ આ કેમ્પમાં મફત સારવારનો લાભ લીધો હતો જેમા દર્દીઓને મફતમાં ચેકઅપ ઉપરાંત દવાઓ આપવામાં આવી હતી.