“ભારત સ્વતંત્ર, સાર્વભૌમત્વ દેશ છે અને બિનજોડાણવાદી દેશ છે”!!

સમગ્ર વિશ્વ મૂડીવાદી ઉદારીકરણ અને સમાજવાદી રાષ્ટ્રીયકરણની બે મુખ્ય વિચાર ધારા વચ્ચે વહેંચાઈ ગયું છે ત્યારે પંડિત નહેરૂના જમાનાથી ભારત બીનજોડાણવાદી રાષ્ટ્ર તરીકે સમય અને સંજોગો સાથે ત્રિરંગાની શાન જાળવતો દેશ છે ત્યારે ટેરિફની રાજનીતિ સામે ભારત ટકકર લેશે ?!
તસ્વીર ડાબી બાજુથી ડોનાલ્ડ ટ્રમ્પની છે તેઓની રાજનિતિ ટેરિફની રાજનિતિ છે ! તેઓ શસ્ત્રોના સોદાગર પણ છે ! દરેક વ્યવસાયમાં નફો શોધે છે ! પશ્ચિમના દેશોની રાજનિતિ ઉદારીકરણની હોવા છતાં બધાં દેશોની રાજનિતિ ટેરિફ પર ચાલતી નથી ! બીજી તસ્વીર રશિયાના વાલ્દીમીર પુતીનની છે ! તેઓની રાજનિતિ સમાજવાદી રાજનિતિના સિધ્ધાંતોની છે ! રશિયામાં ખુલ્લા બજારની આર્થિકકરણની રાજનિતિ નથી !
સમાજવાદી રાજનિતિના સમર્થક વાલ્દીમીર લીચ લેનિન કરે છે કે, “તવંગરો માટે રાજાશાહી એટલે મૂડીવાદી સમાજની લોકશાહી અહીંયા રશિયામાં તમામ વ્યવસાયો રાજય સરકાર હસ્તક હોય છે”! ત્રીજી તસ્વીર ચાઈનાના જિનપીંગની છે ! ચાઈના પણ સમાજવાદી આર્થિક નિતિનું સમર્થક છે ! માટે તેમની સીધી ટકકર અમેરિકા સામે છે ! માટે આ મૂળભૂત લડાઈ તો વૈચારિક રાજનિતિ છે ! જે આજે ટેરિફમાં પરિણમી છે ?! ચોથી તસ્વીર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છે !
ભારત નથી મૂડીવાદી દેશ કે નથી સમાજવાદી રાજનિતિ દેશ પરિણામે ભારતની રાજનિતિ પંડિત નહેરૂના જમાનાથી બીનજોડાણવાદી નિતિ ચાલતી આવી છે ! પરિણામે ભારતે કયારેક અમેરિકા જોડે કામ પાર પાડવું પડે છે તો કયારેક રશિયા અને ચીન જોડે પણ વેપારની રાજનિતિમાં નિર્ણયો કરવા પડે છે ! જેના પરિણામ સ્વરૂપ ટ્રમ્પ ભારત સામે બાંયો ચઢાવી છે પણ ટ્રમ્પનો આક્ષેપ છે કે, ભારત ઉપર સૌથી વધુ ટેક્ષ નાંખીને વિશ્વમાં વેપારની રાજનિતિ કરે છે !
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો કહ્યું છે કે, અમે અમારા દેશનું હિત પ્રથમ જોઈશું ! ભારતે કોની સાથે વેપાર કરવો એ અમેરિકા નકકી કરશે ?! રશિયા નકકી કરશે ?! કે પછી ચાઈના નકકી કરશે ?! પાંચમી તસ્વીર ભારતના ત્રિરંગાની છે ! ભારત સાર્વભોમત્વ ધરાવતો સ્વતંત્ર દેશ છે ! ત્યારે હવે ભારતે પોતાના દેશનું લોક હિત વિચારવું પડશે ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
લોકશાહી સમાજવાદી આર્થિક નિતિની સમતુલા એટલે ભારતનો રાષ્ટ્રવાદ ?!
ભારત શસ્ત્રોના સોદાગર દેશો વચ્ચે ભીંસાઈ રહ્યું છે કે ભીડાઈ રહ્યું છે ?!
અમેરિકન ઉદ્યોગપતિ ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડ કહે છે કે, “લોકો સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે સમસ્યાની આસપાસ જ આંટાફેરા ફર્યે રાખતા હોય છે”!! જયારે અમેરિકાના જ બીજા ઉદ્યોગપતિ વૈભવશાળી હોટલના સંચાલક સ્વીવ બીન કહે છે કે, “માનવ સભ્યતાના ઈતિહાસમાં કોઈ સરકાર પેદા નથી થઈ જેણે કોઈ એક વ્યક્તિના જીવન ધોરણોમાં વધારો કર્યાે હોય”!! વિશ્વના દરેક વ્યવસાયમાં કોઈને સ્વાર્થ નડતો નથી કે નથી સિધ્ધાંત જોવાતો ફકત નફો જ જોવાય છે !
માટે આજે વિશ્વમાં સૈધ્ધાંતિક રાજનિતિનો યુગ લગભગ આથમી ગયો છે ! અને રાજનિતિનું વ્યવસાયિકરણ થઈ ગયું છે ! વિશ્વમાં વ્યવસાયિક રાજનિતિ બે વિભાગમાં વહેંચાયેલી છે ! એક છે મૂડીવાદી રાજનિતિ અને બીજી સમાજવાદી રાજનિતિ છતાં તેનો મુખ્ય ઉદ્દેશ તો નફો – નુકશાન જ છે !
અમેરિકા – પશ્ચિમના દેશોમાં મૂડીવાદી ઔદ્યોગિકરણની રાજનિતિ છે ! ઉદાર મતવાદી અર્થકરણની રાજનિતિ ચાલે છે ! જેમાં નફા-નુકશાન સિવાય કાંઈ જ જોવાતું નથી માટે અમેરિકામાં ટેરિફની રાજનિતિ શરૂ થઈ છે ! જે ટ્રમ્પને તારશે કે પછી ડુબાડશે ?!
બ્રિટીશ વડાપ્રધાન માર્ગાિરટ થેચરે કહ્યું છે કે, “ફુગાવો એ બેરોજગારીનો બાપ છે ! ફુગાવો અદ્રશ્ય લુંટારો છે ! જે તમારી કાળી મજૂરીના નાણાંને જાણ બહાર લૂંટી જાય છે”! મૂડીવાદમાં જે મજબુત છે તે ટકશે ! બાકીનાનો નાશ થશે આ સિધ્ધાંત પર ઔદ્યોગિક હરીફાઈ ચાલે છે !
ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમના દેશોના ઉદારમતવાદી અને મૂડી વાદી રાજનિતિ ચાલે છે ! અમેરિકામાં ટ્રમ્પે રાષ્ટ્રવાદને નામે ટેરિફથી રાજનિતિ શરૂ કરી છે ! જેણે વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાંખ્યું છે ! મૂડીવાદમાં ખુલ્લા બજારમાં ખુલ્લુ વ્યાપારીકરણની રાજનિતિ હોય છે! પરંતુ ટ્રમ્પની વ્યવસાયિક રાજનિતિ એ આંતકી રાજકીય મૂડીવાદની રાજનિતિ છે !
ટેકસ ઠોકવાની ધમકી આપી કેટલા દિવસ વિશ્વના બજારમાં અમેરિકા ટકી રહેશે ?! લોકશાહીમાં મૂડીવાદી રાજનિતિ ચાલે પરંતુ ટેરિફકની રાજનિતિ દ્વારા લોકશાહી મૂલ્યો વાળી સરકાર ટકી શકે નહીં ! આ સત્ય અમેરિકનો નહીં સમજે અને ટ્રમ્પની ટેરિફ રાષ્ટ્રવાદની મૂડીવાદી રાજનિતિ આજે નહીં અટકાવાય તો અમેરિકાને જ નબળુ પાડશે એ નિશ્ચિત મનાય છે !!
રશિયાના પૂર્વ પ્રમુખ મિખાઈલ ગોબાર્ચાેએ એક વખત કહ્યું હતું કે, “બજાર એ કાંઈ મૂડીવાદની શોધ નથી એ તો સદીઓથી અÂસ્તત્વમાં હતું એ માનવસભ્યતાની શોધ છે”!! સમાજવાદી આર્થિક કરણના સમર્થક જાસેફ સ્ટાલિને કહ્યું છે કે, “મૂડીવાદીઓને ફાંસીએ ચઢાવી દેવાય તો એ લોકો તો આ માટેના દોરડાંય તમને વેચવા માટે આવશે”!! આજની અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફની વ્યવસાયિક રાજનિતિ આ રાજકીય કટાક્ષનું સમર્થન કરનારી હોવાનું મનાય છે !
તમે સમગ્ર વિશ્વને ટેરિફની ધમકી આપીને નફાની રાજનિતિ લાંબો સમય ન કરી શકો ! સમાજવાદી રાજનિતિના સમર્થક રશિયા, ચીન અને એની જેમ માનતા અન્ય દેશો પણ દરેક ઉત્પાદનના સાધનો મુખ્યત્વે સરકાર સંચાલિત હોય છે ! અને શાસનકર્તાઓનો પ્રચાર એ છે કે, અહીંયા ઉદારીકરણ નથી પણ સમાજ ઉત્પાદન કરે છે અને નફો કોઈ એક વ્યક્તિની જાગીર નથી પરંતુ નફો સમાજ વચ્ચે વહેંચાય છે ! કોઈ એક વ્યક્તિના ખિસ્સામાં નફાની આવક જતી નથી !
આ નિતિ પર સમાજવાદી રાજનિતિ કામ કરે છે ! સમાજવાદી આર્થિક કરણમાં રાષ્ટ્રીયકરણની વાત છે, જયાં ખાનગીકરણને કોઈ સ્થાન નથી ! રશિયા, ચાઈના જેવા અનેક દેશો ખાનગીકરના વિરોધી છે માટે અમેરિકા અને રશિયાની રણનિતિ સામસામે ટકકર લઈ રહી છે ! પરંતુ વિશ્વમાં અનેક વસ્તુની વહેંચણી કર્યા વગર કે અરસ પરસનો વ્યાપાર કર્યા વગર ચાલી શકે તેમ નથી ! આ સંજોગોમાં ટેકસની મૂડીવાદી રાજનિતિ વિશ્વ માટે ભયાનક નિવડી શકે છે એવા સંકેતો મળી રહ્યા છે !