Western Times News

Gujarati News

વેજલપુર અને બોડકદેવમાં વરસાદી પાણીની સમસ્યાના ઉકેલ માટે સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના વેજલપુર તેમજ બોડકદેવ વોર્ડમાં વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાહત ભર્યા પગલાં લેવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ શહેરમાં Urben Flood Risk Management Program સ્પોન્જ પાર્ક ડેવલપ કરવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે.

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગડીયા ના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં ટોરેન્ટ પાવર સબસ્ટેશન પાસે ના પ્લોટ માં ખોદાણ કરી અર્થન ટેંક બેડ એરીયા બનાવવામાં આવશે,

આ અર્થન ટેંક બેડ એરીયા માં આજુબાજુના વિસ્તારના વરસાદી પાણી ને એકઠુ કરી ને સંગ્રહ કરવામાં આવશે. જેના પરિણામે વિસ્તારમાં થનાર વોટર લોગીંગ ની સમ્સયા નો હલ થશે. ઉપરોક્ત સંગ્રહ થયેલ વરસાદી પાણી ભુર્ગભજળમાં અર્થન ટેન્ક બેડ એરીયા (ડીટેન્શન ટેંક) દ્વારા પરકોલેટ થશે.

જેનાથી ભુર્ગભ જળ રીચાર્જ થશે. આથી ભુર્ગભ જળના સ્તર ઉંચા આવશે, તેમજ વધારે વરસાદની પરિસ્થિતિમાં ડીટેન્શન ટેંક ફુલ ભરાઇ જાય તેવી સ્થિતિ વખતે ફેલપ વાલ્વ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

AI Image for Presentation

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડ અશોક વાટીકા રોડ પાસે ના પ્લોટ માં ખોદાણ કરી અર્થન ટેંક બેડ અરીયા બનાવવામાં આવશે, સદર અર્થન ટેક બેડ એરીયા માં આજુબાજુ ના વિસ્તાર ના વરસાદી પાણી ને એકઠુ કરી ને સંગ્રહ કરવામાં આવશે. જેના અન્વયે સદર વિસ્તારમાં થનાર વોટર લોગીંગ ની સમ્સયા નો હલ થશે. ઉપરોક્ત સંગ્રહ થયેલ વરસાદી પાણી ભુર્ગભ જળમાં અર્થન ટેન્ક બેડ એરીયા (ડીટેન્શન ટેક) દ્વારા પરકોલેટ થશે.

જેનાથી ભુર્ગભ જળ રીયાર્જ થશે. આથી ભુર્ગભજળના સ્તર ઉચા આવશે, તેમજ વધારે વરસાદની પરિસ્થિતિમાં ડીટેન્શન ટેંક ફુલ ભરાઇ જાય તેવી સ્થિતિ વખતે ફેલપ વાલ્વ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ અર્થન ટેંક બેડ એરીયાનો ગણેશ કુડ તરીકે ઉપયોગ લઇ શકાશે.

આ બંને સ્પોનજ પાર્કમાં બીન વરસાદી સીઝન માં રી-ક્રીએશનલ એકટીવીટી માટે, હોર્ટીકલ્ચર તેમજ ર્ડનીંગ જેવી વિવિધ સુવિધાનો સમાવેશ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.