ચીન બરબાદઃ રોકાણકારોએ ગુમાવ્યા ૩૦ લાખ કરોડ રૂપિયા
બીજીંગ, કોરોના વાયરસનો કહેર થંભવાનું નામ નથી લઇ રહ્યો. કોરોનાથી ચીનમાં અત્યાર સુધીમાં ૩૬૧ લોકોના મોત નિપજયા છે, જયારે ૧૭ હજારથી વધુ કેસની પુષ્ટી થઇ ચૂકી છે. ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસનું સંક્રમણ હવે દુનિયાનાં ગણા દેશોમાં ફેલાઇ ચૂકયું છે. ત્યાં જ આથી ચીનની અર્થવ્યવસ્થાને પણ ખુબ જ મોટો ઝાટકો વાગ્યો છે. એક અહેવાલનાં રિપોર્ટ અનુસાર કંપનીઓને ૨૦૧૯માં ૪ વર્ષમાં સૌથી ઓછો નફો થયો છે. જાણકારો અનુસાર અમેરિકાથી ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ચીની કંપનીઓને ઝાટકો વાવ્યો છે.
૩૦ વર્ષની સૌથી નબળી આર્થિક વ્યવલસ્થા સાતે ઝઝુમી રહેલ ચીનમાં ઔદ્યોગિક એકમોમાં નફામાં પણ ખુબ જ મોટો દ્યટાડો આવ્યો છે. કંપનીઓને ૨૦૧૯માં ચાર વર્ષમાં સૌથી ઓછો નફો થયો છે. સાથે જ ૩૦ દિવસ દરમિયાન ચીનના શેર બજારમાં રોકાણકારોના ૩૦ લાખ કરોડ રૂપિયા (૪૨ હજાર કરોડ ડોલર) ડૂબી ગયા છે. નવાં વર્ષની શરૂઆતથી જ ચીનનાં શેર બજારમાં ભારે ઘટાડો યથાવત છે.
આ દરમિયાન શેર બજાર ૯ ટકાથી વધુ ગગડી ગયું છે. ત્યાં જ રોકાણકારોના ૩૦ લાખ કરોડ રૂપિયા આ દરમિયાન ડૂબી ગયા છે. ત્યાં જ ચીનની કરન્સી યુઆન વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં કનિદૈ લાકિઅ ૧.૨ ટકા નબળી પડી ગઇ છે. અર્થશાસ્ત્રી આઇરિસ પૈંગનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે અનિશ્યિતતાનું વાતાવરણ ઉભુ થયુ છે સાથે જ બિઝનેસ એકિટવિટીમાં દ્યટાડો થયો છે. આને કારણે જ શેરબજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની સરકાર તરફથી માર્કેટમાં કેશ વધારીને અને લોનમાં વૃદ્ઘિ કરી માંગને વધારવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. પરંતુ કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં સુધારાની ખુબ જ ઓછી આશા છે.