દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ભેજથી રાહત મળી

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં સવારે પડેલા ભારે વરસાદે રક્ષાબંધનની મજા બગાડી દીધી છે. ભાઈના ઘરે જતી બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આજે આખા દિવસ માટે દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું છે. લોકોને આ સમય દરમિયાન સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Heavy rain lashes several parts of the National Capital
ઘણી જગ્યાએ ગટરનું ગંદુ પાણી પણ છલકાઈ રહ્યું છે. શનિવારે સવારે રક્ષાબંધનના દિવસે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે. જોકે, રાજધાનીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ એ શનિવારે દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. IMD એ આજે વાવાઝોડાની આગાહી કરી છે.
Heavy rain in Delhi NCR causes severe waterlogging in many areas. Visual from Noida Sector 62. Vehicles can be seen stalled. Pedestrians face trouble as pooled water laps up onto the sidewalk.
આ સમય દરમિયાન મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. રાજધાનીમાં વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ. પંચકુઈયાન માર્ગ, મથુરા રોડ અને કનોટ પ્લેસ સહિત રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના અહેવાલ છે. દિલ્હી એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં ફ્લાઇટ કામગીરી સામાન્ય છે, જોકે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હોવાના અહેવાલ છે.
ભારત હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હીમાં હવામાન પ્રતિકૂળ છે. જોકે, દિલ્હી એરપોર્ટ પર હાલમાં બધી ફ્લાઇટ કામગીરી સામાન્ય છે. અમારી ઓન-ગ્રાઉન્ડ ટીમો તમારી મુસાફરીને મુશ્કેલીમુક્ત બનાવવા માટે તમામ હિસ્સેદારો સાથે નજીકથી કામ કરી રહી છે, દિલ્હી એરપોર્ટે હ્ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
ફ્લાઇટરાડરના ડેટા દર્શાવે છે કે શનિવારે સવારે ૧૩૫ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ દર્શાવે છે કે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ૧૫ ફ્લાઇટ્સ સવારે ૮:૩૦ વાગ્યે મોડી પડી હતી, જ્યારે ૧૨૦ આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ પણ સમયપત્રક કરતાં મોડી ચાલી રહી હતી. ઇન્ડિગોએ શહેરમાં ટ્રાફિક જામ અંગે મુસાફરોને ચેતવણી આપતી એક સલાહકાર જારી કરી છે.
એરલાઇને મુસાફરોને એરપોર્ટ પર વહેલા પહોંચવાની અને શકય હોય તો વૈકલ્પિક રૂટ લેવાની સલાહ આપી છે. ઇન્ડિગોની સલાહમાં કહેવામાં આવ્યું છે કે, આજે ભારે વરસાદને કારણે, દિલ્હીમાં ઘણા રસ્તાઓ અવરોધિત છે અથવા વાહનો ધીમે ધીમે ચાલી રહ્યા છે. કળપા કરીને વધારાનો સમય આપો, શકય હોય તો વૈકલ્પિક રૂટ પસંદ કરો અને એરપોર્ટ જતા પહેલા અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસો.
અમારી ટીમો તમારી મુસાફરીમાં તમને મદદ કરવા માટે કામ કરી રહી છે. સ્પાઇસજેટે એક સલાહ પણ જારી કરીને કહ્યું છે કે ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર આગમન અને પ્રસ્થાન પ્રભાવિત થઈ શકે છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ખરાબ હવામાન (ભારે વરસાદ) ને કારણે, તમામ આગમન અને પ્રસ્થાન અને તેમની સાથે સંકળાયેલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે.