અમેરિકન વકીલે અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પ્રખ્યાત અમેરિકન કાનૂની ફર્મ બીઝલી એલેનના મુખ્ય વકીલ અમેરિકાની કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલમાં પીડિત પરિવારોએ અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝની વકીલ તરીકે નિમણૂં કરી છે. ત્યારે લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી.
65 પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે ઘટના સ્થળની મુલાકાત કરી. તેઓ પરિજનો સાથે મળી હવાઈ કંપની સામે લડત આપશે. વકીલ માઇક એન્ડ્રેવસે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. Blaming Pilot alone is unjustified: says US Aviation and Legal Expert Mike Andrews
અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ સુરત અને દીવ બાદ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ આજથી ૧૩ ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદની હયાત હોટેલમાં રોકાશે. તેઓ ૧૫ ઓગસ્ટ અમેરિકા પરત ફરશે. યુએસ લા ફર્મ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સીવીઆર અને એફડીઆર ડેટા મેળવવા ગુજરાત કોર્ટમાં અરજી કરશે.
વકીલ ડી. માઈકલ એર્ન્ડ્યુઝે કહ્યું કે, અમારી કાનૂની ફર્મની વિશેષજ્ઞ ટીમ આ ડેટાનું વિશ્લેષણ કરશે અને પછી યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરશે.
પ્રખ્યાત અમેરિકન કાનૂની ફર્મ બીઝલી એલેનના મુખ્ય વકીલ અને વિમાની દુર્ઘટનાના વકીલ ડી. માઈકલ એર્ન્ડ્યુઝ (માઈક), જેમણે અમદાવાદમાં એર ઈન્ડિયા એઆઈ-૧૭૧ વિમાન દુર્ઘટનાના ઘટના દિવસે મારેલા ઓછામાં ઓછા ૬૫ પરિવારજનોનું પ્રતિનિધિત્વ સંભાળ્યું છે, તેઓ શનિવારે સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી એકમાત્ર જીવિત બચેલા વિશ્વાશ કુમાર રમેશને મળવા માટે દમણ ગયા હતા.
એર્ન્ડ્યુઝે કહ્યું કે તેમની કાનૂની ફર્મ ગુજરાત કોર્ટમાં અરજી દાખલ કરશે, જેથી (સીવીઆર) અને (એફડીઆર) ના સંપૂર્ણ ડેટાની નકલ મળી શકે. તેમણે કહ્યું, “આ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અમે યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરીશું.” ૧૨ જૂનના રોજ, એર ઈન્ડિયાની લંડન-ગેટવિક જતી બોઈંગ વિમાની દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૧ અને જમીન પર ૧૯ લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાથી બચનાર એકમાત્ર વ્યકિત દીવના રહેવાસી બ્રિટિશ નાગરિક વિશ્વાશ કુમાર રમેશ છે.
દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભોગ બન્યા હતા. એર્ન્ડ્યુઝે અગાઉ પણ, ઇથોપિયન એરલાઇન્સની ૨૦૧૯માં થયેલી બોઈંગ ૭૩૭ મેકસ વિમાની દુર્ઘટના જેવી ઘટનાઓમાં પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટનાઓની ન્યાયિક કાર્યવાહી માટે ભારતમાં તેમનો પહેલો કેસ હશે. તેમણે કહ્યું કે, મૃતદેહોની ઓળખમાં થયેલી ભુલ અત્યંત દુઃખદ છે.
મારી ૨૦ વર્ષની કરિયરમાં, ક્્યારેય એવું નહીં બન્યું હોય જ્યાં પીડિતના પરિવારજનોને ખોટા અવશેષો આપવામાં આવ્યા હોય. અમે ભારત સરકારની તપાસ એજન્સીઓ દ્વારા એકત્રિત સીવીઆર અને એફડીઆર ડેટાના નમૂનાઓ મેળવવા માટે કોર્ટમાં અરજી કરીશું. તેમણે કહ્યું કે ડેટા દ્વારા કોકપિટની અવાજો, એલાર્મ, બીપ, પાઇલટની વાતચીત વગેરેની વિગત મળશે, જેને તેમની ટેકનિકલ ટીમ વિશ્લેષણ કરીને કોકપિટમાં દુર્ઘટનાના સમયે શું બન્યું તેની પુનર્રચના કરશે.
“અમે યુનાઇટેડ કિંગડમની કાનૂની ટીમો સાથે પણ સંપર્કમાં છીએ, જે મોન્ટિÙયલ સંમિતિ હેઠળ ક્લેમ્સ માટે મદદ કરશે. યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાંચના એક ટુકડીએ પહેલાની તપાસ પણ કરી છે.” મોન્ટિÙયલ સંમતિમાં વિમાન દુર્ઘટનાના કેસમાં એરલાઇનની જવાબદારી નક્કી થાય છે, જેમાં મુસાફરનું મૃત્યુ કે ઈજા, માલસામાનની હાની કે વિલંબ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે?
અંતે, એર્ન્ડ્યુઝે જણાવ્યું કે તેઓ દીવના એકમાત્ર જીવિત બચેલા વ્યક્તિ વિશ્વાશ સાથે મળવા માટે ઉત્સુક છે અને તેમના પરિવારને કાયદેસર અને માનસિક સહાય પૂરી પાડવામાં રસ ધરાવે છે. તેઓ દીવના અન્ય પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે.
Vadodara, Gujarat: On the Ahmedabad plane crash, lawyer Mike Andrews from the U.S.-based law firm Beasley Allen, representing the victims’ families, says, “I represent families from both India and the UK, and regardless of nationality, everyone wants answers. Every family wants to know what happened, and they want to know why”