Western Times News

Gujarati News

ખારીકટ કેનાલ ફેઝ-૨ રૂ.એક હજાર કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે

File Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સબમીટ કરેલા ડીપીઆરને રાજ્ય સરકારે લીલીઝંડી આપી

(દેવેન્દ્ર શાહ દ્વારા), (અમદાવાદ) અમદાવાદ શહેરના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ખારી કટ કેનાલને રૂ.૧૨૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્ય કેનાલને જ ડેવલપ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે પેટા કેનાલ માટે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી. ખારીકટની અલગ અલગ પેટના કેનાલ પર લગભગ ૯૦ જેટલા માઈનોર બ્રિજ આવેલા છે.

જે અત્યંત ભયજનક અવસ્થામાં છે પંરતુ તેના રિપેરીંગ માટે રાજ્ય સિંચાઈ વિભાગ કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ અંગે અહેવાલ જાહેર થયા બાદ ખારીકટની પેટા કેનાલોને આઠ સ્ટ્રેચમાં ડેવલપ કરવા રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. જેના માટે અંદાજે રૂ.એક હજાર કરોડનો ખર્ચ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી ફેઝ-૧ અંતર્ગત પ્રગતિ હેઠળની કામગીરીવાળી લંબાઈ ઉપરાંત (૧) એસ.પી.રીંગ રોડ થી મુઠીયા ગામ થઈ નરોડા સ્મશાનગૃહ તથા (૨) વિંઝોલ વહેળા થી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઇ એસ.પી. રીંગ રોડ સુધી ખારીકટ કેનાલ પસાર થાય છે.

અને બાકી રહેલ લંબાઈ વાળા ભાગમાં પણ હયાત કેનાલ શહેરનાં ગીચ વિસ્તારોમાંથી પસાર થતી હોઇ ખુલ્લી કેનાલનાં કારણે કેનાલ આસપાસનાં વિસ્તારોમાં જાહેર આરોગ્ય અને માળખાગત સુવિધાઓને લગત જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવી રહેલ છે. તેથી આ સબ કેનાલોને પણ ડેવલપ કરવામાં આવશે જેને ફેઝ-૨ તરીકે જાહેર કરવામાં આવશે. જેમાં અંદાજે ૨૨.૫ કિલોમીટર સ્ટ્રેચ ડેવલપ થશે. જેમાં આઠ ઈરીગેશન કેનાલ છે. જ્યારે ચાર સ્ટ્રોમ વોટર કેનાલ છે.

ખારીકટ કેનાલ ફેઝ-૨ અંતર્ગત સ્ટ્રેચ-(૧) એસ.પી. રીંગ રોડ થી મુઠીયા ડ્રેઈન, સ્ટેચ-(૨) મુઠીયા ડ્રેઈન નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-(૨એ) વિઝોલ વહેળાથી એકસપ્રેસ વે, સ્ટેચ-(૩) વિંઝોલ વહેળા થી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-

(૪) ઘોડાસર (આવકાર હોલ) થી વટવા ગામદિવીમાતા પંપીંગ), સ્ટ્રેચ-(૫) સેકશન-૦૪ વટવા ગામ (દેવીમાતા પંપીગ)થી ખારી નદી તરફ જતી એસ.પી. રીગ રોડ સુધીની કેનાલ, સ્ટ્રેચ-(૬) સેકશન-૦૩ વટવા ગામ(દેવીમાતા પંપીગ)થી વસઈ તરફ જતી એસ.પી. રીંગ રોડ સુધીની કેનાલ, સ્ટ્રેચ-(૭) વટવા ગામ (દૈવીમાતા પંપીંગ) થી રોપડા તળાવ તથા સ્ટ્રેચ-

(૮) રોપડા તળાવથી ખારી નદી સુધીની હયાત કેનાલને રી-ડેવલોપ કરવાની કામગીરી અન્વયે સંપુર્ણ લંબાઈ પૈકી અમુક હિસ્સામાં આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્ષ સ્ટ્રકચર સહિત કેનાલ બોક્ષ સ્ટ્રક્ચર મુજબની ડીઝાઇન તથા અન્ય હિસ્સામાં માત્ર કેનાલ બોક્ષ સ્ટ્રક્ચર મુજબની ડીઝાઈન સહીત વોટર સપ્લાય-ડ્રેનેજ નેટવર્ક-રોડ-સ્ટ્રીટલાઈટ-સ્ટ્રીટ ડેવલપમેન્ટની કામગીરીનાં આયોજન સાથેનો રકમ રૂ. ૧૦૦૩.૦૮ કરોડનાં બ્લોક એસ્ટીમેટ સાથેનો ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ બનાવી સક્ષમ સતાની મંજુરી મેળવી રાજય સરકારમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેની સૈધ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. જેના ટેન્ડર આગામી ૧૫ દિવસમાં જાહેર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.