Western Times News

Gujarati News

BJPનો આંતરકલહ ચરમસીમાએ! ભાવનગરમાં ભડકો ?

ભાવનગર પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું કોઈ કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં,

ભારતીય જનતા પક્ષમા પ્રવર્તતા આંતરકલહના કિસ્સાઓ નિયમિત રીતે બહાર આવતા રહે છે.આવો જ એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.બન્યુ છે એવું કે ભાવનગર શહેરના મેયર ભરત બારડે શહેર ભા.જ.પ.ના પ્રમુખ કુમાર શાહની દાદાગીરી અને જો હુકમીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપી છે.

ભાવનગ શહેરના સ્થાનિક અખબાર ‘ગુજરાત છાયા’ સાથે મેયર ભરત બારડે કરેલી વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું કોઈ કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં,

મેયરે કહ્યું એક ગરીબ લારી વાળાને અધિકારી હેરાન કરતા હતા હું અધિકારીને રૂબરૂ મળીને વિનંતી કરવા ગયો કે ગરીબ માણસને હેરાન ન કરો છતાં પણ અધિકારી તે લારીવાળાને હેરાન કરતા જ રહ્યા એટલે મેં તેની બદલી કરી હતી

આ જ અધિકારી હિમાલયા મોલની સામે ગરીબ માણસો તહેવારોના પ્રસંગે લારીઓ ઊભી રાખી ધંધો કરે છે તેમને કારણ વગરના હેરાન કરતા હોવાની ફરીયાદો પણ હતી તેથી આ મામલે મેં મારી લાગણી વ્યક્ત કરી અને ગરીબોને હેરાન ન કરવા કહ્યું હતું .

પરંતુ શહેર પ્રમુખ કુમાર શાહ ભરપૂર જોહુકમી ચલાવે છે અને બધું જ મને પૂછીને કરવાનું, કોર્પોરેશન પણ મને પૂછીને ચલાવવાનું તેવી તેમની નીતિ અને દાદાગીરીથી કંટાળી હું મજબૂર થઈને આત્મવીલોપન કરવાનું વિચારું છું.તેમ મેયર ભરત બારડે એક વાતચીત દરમિયાન ખુલ્લેઆમ જણાવ્યું હતું.

શું ભારતના ભાવિ વડાપ્રધાન અમિત શાહ હશે?

ભારતનાં ગૃહ મંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી રહેવાનો રેકોર્ડ અમિત શાહે પ્રસ્થાપિત કર્યો ત્યારે શાહને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘હજુ ઘણું આગળ જવાનું છે.’

સરદાર ભવન સચિવાલયમાં આ વાક્યનુ (સાચું કે ખોટું) એવું અર્થઘટન કરવામાં આવે છે નરેન્દ્ર મોદી પોતાના વારસ તરીકે વડાપ્રધાનનાં પદ પર અમિત શાહને જોવા ઈચ્છે છે.આ માન્યતા પાછળનું કારણ એ છે કે આગામી સપ્ટેમ્બર-૨૦૨૫મા નરેન્દ્ર મોદી ૭૫ વર્ષ પુરા કરશે ત્યારે તેઓ સ્વેચ્છાએ વડાપ્રધાનપદ છોડી દેશે અને પોતાના ઉતરાધિકારી તરીકે અમિત શાહ વડાપ્રધાનનું પદ સોંપશે.

એવી પણ હવા છે કે જુલાઈ-૨૦૨૭માં વર્તમાન રાષ્ટ્રપતિ મુર્મુની મુદત પૂરી કરશે ત્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનશે અને રાષ્ટ્રપતિ બનશે.એવુ બનશે તો ભારતનાં ઈતિહાસમાં પ્રથમ વખત એવું થશે કે રાષ્ટ્રપતિ ગુજરાતનાં હશે અને વડાપ્રધાનપદે પણ એક ગુજરાતી બેઠા હશે.આવુ થશે તો વધુ એક દશકો દિલ્હીમાં ગુજરાતનો દબદબો રહેશે.

મુખ્યમંત્રીની લીફ્‌ટ બગડી અને સ્વર્ણિમ સંકુલ-૧માં જડબેસલાક પોલીસ બંદોબસ્ત!
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર ભવન સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકુલ -૧મા ત્રીજા માળે બેસે છે.વ્યવસ્થા એવી છે કે મુખ્યમંત્રી માટે ખાસ અલગ લીફ્‌ટ ઓફિસમાં જવા-આવવા માટે બનાવવામાં આવી છે.

આ લીફ્‌ટ તા.૫મી ઓગસ્ટે બગડી હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંજે નાછૂટકે સ્વર્ણિમ સંકુલ -૧ની સામાન્ય લીફ્‌ટમાથી ઉતરવું પડ્‌યું. એમાં તો પોલીસ ઘાંઘી થઈ ગઈ.એક લીફ્‌ટ મુખ્યમંત્રી માટે ખાસ અનામત રાખીને ત્રીજા માળે ઉભેલા મુલાકાતીઓને ફરજિયાત દાદર ઉતારીને નીચેના માળે ધકેલી દેવામાં આવ્યા.

રોડ બંધ કરી દેવામાં આવ્યા અને પગપાળા જતા આવતા લોકોને પણ રોકી દેવામાં આવ્યા. આતંકવાદીઓ જાણે હુમલા માટે તૈયાર જ બેઠા હોય તેવો માહોલ ઘડીભર ખડો કરી દેવાયો હતો!

આ પ્રસંગે લોકો પુછી રહ્યા હતા કે મૃદુ અને મક્કમ, બિનવિવાદાસ્પદ તથા લોકપ્રિય મુખ્યમંત્રી માટે આટલી બધો જડબેસલાક બંદોબસ્ત કરવાની જરૂર ખરી?

જેટકોએ આખું કોળું શાકમાં નાખી દીધું અને પછી સલવાયા?

ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગ હસ્તકની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા પ્લાન એટેન્ડન્ટ ભરતી માટે(૧)ઃ-તા.૬/૩/૨૪ ના ઁછ-૧ (પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ – ૧) ની ૧૫૩ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.

જેની(૨)ઃ-પ્રથમ ક્વોલિફાઇંગ પરિક્ષા તા. ૨૩/૭/૨૦૨૪ ના રોજ લેવામાં આવી(૩)ઃ-બીજી મેઈન પરીક્ષા તા.૨૨/૯/૨૦૨૪ના રોજ અને (૪)ઃ-ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન પ્રક્રિયા તા.૧૯ અને ૨૦/૧૨/ ૨૪ના રોજ તથા (૫)ઃ-મેડિકલ પ્રક્રિયા લગભગ તા.૦૩/૦૧/ ૨૫ સુધીમા પૂર્ણ થઈ હતી.આ ઉપરાંત (૬)ઃ-સર્કલ ચોઈસ ફિલીંગની પ્રક્રિયા તા.૨૭/૧/૨૫ના રોજ પૂર્ણ થયા પછી હવે ફકત એપોઈન્ટમેન્ટ જ બાકી રહેતી હતી.

અને અણીના સમયે ભરતી રદ કરી દેવામાં આવી! આશ્ર્‌ચર્યજનક વાત એવી છે કે આ ભરતી રદ થવાનું કારણ એ કે જે જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી તે કક્ષાની કોઈ જગ્યા જ સરકારમાંથી મંજૂર થયેલ નથી.એક સરકારી તંત્ર કેટલી હદે(કે હદ બહાર) રેઢિયાળ થઈ શકે તેનું આ હાજરાહજૂર ઉદાહરણ છે હોં!

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અમેરિકાની મુલાકાતે
‘નેશનલ લેજિસ્લેટર્સ કોન્ફરન્સ’ એ ભારતીય ધારાસભ્યોની ક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય લોકશાહીને સહયોગ તેમજ પ્રોત્સાહન આપવા માટેનું સમર્પિત અને બિનપક્ષીય પ્લેટફોર્મ છે.

આ સંસ્થાનાં ઉપક્રમે અમેરિકાના બોસ્ટન ખાતે યોજાયેલા લેજિસ્લેટીવ સમીટમાં ભારતના ૧૨૦થી વધુ ધારાસભ્યોએ ભાગ લીધો હતો.જુનાગઢના સક્રિય, પ્રજાભિમુખ ધારાસભ્ય અને એ જિલ્લાનાં ભાજપના કદાવર નેતા સંજય કોરડિયા આ સમીટમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા ગયા હતા.

સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ ર્વોમિંગ, પર્યાવરણની અસમતુલા, પ્લાસ્ટિકનો અતિ વપરાશ જેવા જે સમાન પડકારો છે તેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ તમામ ચર્ચામાં સક્રિય રીતે સામેલ થઈને કોરડિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.