Western Times News

Gujarati News

સર્વેમાં ખુલાસો : ઝારખંડમાં મળે છે ઓછા પૈસે ભરપેટ જમવાનું

પ્રતિકાત્મક

નવી દિલ્હી, આ વર્ષના આર્થિક સર્વે મુજબ, દેશભરના મુકાબલે ઝારખંડમાં સૌથી સસ્તી ભોજનની થાળી મળે છે, જયારે આસામમાં સૌથી ઓછા પૈસે જમવાનું જમી શકો છો. ગત દિવસોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદના ટેબલ પર મુકાયેલા આર્થિક સર્વેમાં માંસાહારી અને શાકાહારી થાળીના સરેરાશ ભાવનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આંકડાઓ અનુસાર, પહેલાના મુકાબલે હવે ભર પેટ જમવાનું સસ્તુ થઈ ગયું છે. આર્થિક સર્વેમાં આપવામાં આવેલા આંકડા મુજબ,  વર્ષ ૨૦૦૬-૨૦૦૭માં જયાં સરેરાશ એક ભારતીય કામદાર પોતાની દૈનિક આવકનો ૭૦ ટકા હિસ્સો પાંચ લોકો માટે શાકાહારી ખોરાકની અલગ-અલગ થાળી પર ખર્ચ કરતો હતો, જે હવે ૨૦૧૯-૨૦માં તેમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. જયારે વર્ષ ૨૦૦૬-૨૦૦૭માં જયારે માંસાહારી થાળી માટે દૈનિક આવકનો ૯૩ ટકા ખર્ચ કરવો પડતો હતો, જે હવે ૨૦૧૯-૨૦માં પાંચ લોકોના ભોજન માટે દૈનિક વેતનનો ૭૯ ટકા ખર્ચ કરવો પડ્યો હતો.

આર્થિક સર્વે અનુસાર આસામમાં ભોજન ખૂબ જ સસ્તુ છે. જયારે ઝારખંડમાં સૌથી સસ્તુ ભોજન મળે છે. આસામમાં શાકાહારી ખોરાકની થાળી ૧૫- ૧૭ રૂપિયામાં મળે છે. ઝારખંડમાં એક શાકાહારી થાળી ૨૦ રૂપિયામાં સરળતાથી મળી રહે છે. સસ્તી થાળીનો ઉલ્લેખ કરતા આર્થિક સર્વેમાં શાકાહારી અને માંસાહારી બંને ખોરાક અંગેના તુલનાત્મક ભાવ દર્શાવાયા છે, જે મુજબ હવે ભોજન વધુ સસ્તુ થઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.