427 બાળકોનું શાહપુરમાં ઈનામ આપી સન્માન કરાયું

અમદાવાદ, શાહપુર યુવક મંડળ દ્વારા ૩૩ મા છાત્ર- શિક્ષક સન્માન સમારંભનો વંદેમાતરમ્ ગાન દ્વારા પ્રારંભ કરી ઓગસ્ટના ક્રાંતિ મહિનામાં વંદેમાતરમ્ ગાનના ૧પ૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલા છાત્ર- શિક્ષક સન્માન સમારંભમાં ભાવસાર હોલ ખાતે ર૭ બાળકોનું અને ૧૦ શાહપુરના પુર્વ નિવાસી પ્રતિભાવન મહાનુભાવોનું સન્માન કરી ભાવિ પેઢીને પ્રેરણા પુરી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
શાહપુર યુવક મંડળના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટીના પુર્વ ઉપકુલપતિ, સ્કુલ બોર્ડ અમદાવાદના પુર્વ ચેરમેન ર્ડા. જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણવિદ્ શ્રી રાજાભાઈ પાઠક ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં ર્ડા. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સફળતા કઠોર પરિશ્રમ થકી જ પ્રાપ્ત થાય છે. સતત ૩૩ વર્ષથી છાત્ર- શિક્ષક સન્માન એ પ્રોત્સાહન અને પ્રેરણાનો પ્રસંગ બની ગયો છે. કોટ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને વધારે પ્રગટાવવાનો કાર્યક્રમનો હેતુ છે. “સો ભણે, સૌ આગળ વધે”, કોટ વિસ્તારનું નામ રોશન કરે તે આખાયે કાર્યક્રમનું હાર્દ છે.
શિક્ષણવિદ્ રાજા પાઠકે શિક્ષણ પ્રોત્સાહનના મંડળના પ્રયાસોને બિરદાવીને ઈનામ મેળવનાર છાત્રોને શુભકામના પાઠવી હતી. પોળ વિસ્તાર અને કોટ વિસ્તારમાં રહીને અભ્યાસ કરી જીવનમાં પ્રગતિના સોપાનો સર કરી શકાય છે. કુટુંબનું ગૌરવ બનવા તેમજ સુટેવોયુક્ત, શિસ્તયુક્ત પરિવાર બનાવવાનો સંકલ્પ લેવા બાળકોને અનુરોધ કર્યો હતો. પ્રભુ એ આપેલી અપાર શક્તિને જાગૃત કરીને સફળ બની ભવિષ્યમાં સ્ટેજ શોભાવવા અપીલ કરી હતી.
સન્માનિત મહાનુભાવો ઃ (૧) રાજાભાઈ પાઠક, શિક્ષણવિદ્, (ર) શ્રીમતિ ર્ડા. સ્મિતા જોષી, સિન્ડીકેટ મેમ્બર ગુ.યુનિ., (૩) એડવોકેટ જગદીશ કોરડીયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય- ગુજરત યુનિવર્સિટી (૪) ર્ડા. અજય ઉપાધ્યાય- પ્રિન્સીપાલ, સાલ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (પ) પ્રો. હિરેન ઉપાધ્યાય, આર.સી. ટેકનિકલ (૬) પ્રણવ ત્રિવેદી- બિઝનેશમેન (૭) સીએ કરણ ભાવસાર, (૮) મહેશભાઈ ઠકકર- સમાજ સેવક (૯) મુકેશ પંચાલ- ઉદ્યોગપતિ, (૧૦) આચાર્ય નીરૂબેન રાઠોળ, દુધેશ્વર મ્યુનિ. શાળા-૩.
આજના કાર્યક્રમમાં ૪૩ બાળકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું કુલ ૪ર૭ છાત્રોને શૈક્ષણિક સામગ્રી આશ્વાસન ઈનામ તરીકે આપવામાં આવી હતી.
છાત્ર-શિક્ષક સન્માન સમારંભની સતત ૧ મહિનાથી તૈયારીમાં કાર્યકરો રાજેશ શુકલ, ભરત પ્રજાપતિ, શૈલેષ ભાવસાર, ભરતભાઈ ભાવસાર, બુધાભાઈ ભાવસાર, પીન્ટુ ભાવસાર, આશિષભા ભાવસાર, અલ્પેશ શાહ, કલ્પેશ જોષી, ર્ડા. અશ્વિન ભાવસાર, નીલેશભાઈ રાજેશભાઈ, અભયભાઈ શાહ સહિતના સેવાભાવી યુવકો જોડાયા હતા.