Western Times News

Gujarati News

કણજરી બસ સ્ટેન્ડ પાછળ ખુલ્લામાં જુગાર રમતા ૧૩ ઇસમો ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા- જીલ્લામાં જુગાર તથા દારૂની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા શ્રી. નડીયાદ વિભાગ નાઓ દ્વારા શ્રાવણીયા જુગાર અંગે આપવામાં આવેલ સુચના મુજબ જીલ્લામાં જુગારની પ્રવૃતી અટકાવવા તથા જુગારધારાના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવેલ.

દરમ્યાન વડતાલ પો.સ્ટે.ના પી.એસ.બરંડા પો.ઇન્સ. નાઓએ તાબાના માણસોને જુગારના કેસો શોધી કાઢી જરૂરી કાર્યવાહી જરૂરી કરવા સુચના કરેલ અને આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ પી.એસ.બરંડા પો.ઇન્સ. વડતાલ પો.સ્ટે. નાઓને બાતમી હકિકત મળેલ કે, કણજરી બસ સ્ટેન્ડ પાછળ ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઇ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ પી.એસ.બરંડા પો.ઇન્સ. નાઓની સુચના આધારે એન.એસ.ઝાલા પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સના પોલીસ માણસોએ કણજરી બસ સ્ટેન્ડ પાછળ જુગાર અંગે રેઇડ કરતા સ્થળ ઉપર કુલ ૧૩ ઇસમોને પકડી લીધેલ અને તેઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૬,૨૦૦/- તથા દાવ પર થી મળી આવેલ રોકડા રૂ. ૨૫૦૦/- મળી કુલ્લે રોકડા રૂ. ૧૮,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.