Western Times News

Gujarati News

વડોદરામાં ૨૦ વર્ષથી કામ કરતા નોકરે જ મકાનમાલિકના ઘરમાંથી ૨૦ લાખ ચોર્યા

વડોદરા, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મકાનમાં ૨૦ વર્ષથી કામ કરતા નોકરે જ ઘરમાં ધાપ મારી હોવાનો મામલો બહાર આવ્યો છે. ઘરના કબાટની ચાવી ચોરી કર્યા બાદ બેડરૂમના મુકેલા કબાટના ડ્રોવરમાંથી રોકડા રૂ.૩૦ લાખમાંથી રૂ.૨૦ લાખ ગાયબ કરી નાખ્યાં હતા. મકાન માલિકને શંકા જતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, ત્યારે નોકરના કાંડનો ભાંડો ફુટ્યો હતો.

રૂપિયા પરત આપવાનું કહેવા છતાં નહી આપતા આખરે મકાન માલિકે નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વડોદરા તાલુકાના ભાયલી વિસ્તારમાં નવરચના યુનવર્સિટી સામે રહેતા નિલેશ મદનલાલ ગુપ્તાના ઘરે છેલ્લા વીસેક વર્ષથી તેમના માતા-પિતાના ઘરે જગદિશ ઉર્ફે વિપુલ દેવજી વસાવાને ઘરકામ માટે માસીક રૂ.૧૦ હજારના પગારથી રાખ્યો હતો.

જગદીશ પિતાના ઘરની પાછળ બનાવેલા સર્વન્ટ ક્વાટરમાં રહેતો હતો. ત્રણ વર્ષથી ભાયલી ખાતેના સરનામે અવારનવાર કામકાજ કરવા માટે આવતો હતો. ગત ૯ ફેબ્›આરીના રોજ તેમની પત્નીનો ઘરની ચાવીનો સેટ ક્યાંક મુકાઇ ગયો હતો.

ત્યારથી મકાનના બેડરૂમના કબાટના લોકના ડ્રોઅરમાં તેમના તથા માતા-પિતા તેમજ સાસુ સસરાની બચતના મુકેલી આશરે ત્રીસેક લાખ જેટલી રોકડ રકમમાંથી રૂપિયા ઓછા થઇ રહ્યા હતા.આજથી આશરે પંદર દિવસ પહેલા ઘરના લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે તેમના ઘરે કામ કરવા આવતા જગદિશ દેવજી વસાવા ઘરનું કામ કરી બહાર નીકળે ત્યારે તેના ખીસ્સામાં કંઈક ભરેલુ હોય તેવું જણાતું હતું. જેથી જગદિશભાઇને તેના પર શક જતા જગદિશ વસાવાને વિશ્વાસમાં લઈ ચોરી બાબતે પુછતા તેણે ઘરની ચાવીનો સેટ એક વર્ષ પહેલા ખોવાઇ ગયો હતો.

જે તેની પાસે સંતાડી રાખ્યો હતો અને તેનાથી મકાન માલિક તથા તેમની પત્નીની ગેરહાજરીમાં બેડરૂમના કબાટના ડ્રોવરનું લોક ખોલી રોકડ રકમની ચોરી કરતો હતો. અત્યાર સુધીમાં રૂ. ૨૦ લાખ સુધીની રોકડ રકમની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું.

નોકર જગદિશ દેવજી વસાવાની ચોરી કરેલી રોકડ રકમ પરત આપી દેવાની વાત કરતો હતો પરંતુ આજદિન સુધી રૂ. ૨૦ લાખમાંથી એક પણ રૂપિયો પરત આપ્યો નથી. જેથી મકાન માલિકે જગદીશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.