માસ્ક હટાવવાનું કહેતા એરપોર્ટ પર અલ્લુ અર્જુને CISF જવાન સાથે દલીલમાં ઉતર્યો

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ વીડિયોમાં અલ્લુને એરપોર્ટ પર એક સીઆઈએસએફ જવાને માસ્ક હટાવવા કહ્યું, માસ્ક હટાવતા પહેલા એક્ટરે સીઆઈએસએફજવાનને કંઈક એવી વાત કહી દીધી, જેના લીધે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
એક્ટર અલ્લુ અર્જુનને એરપોર્ટના પ્રવેશ દ્વાર પર અમુક સમય માટે રોકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક્ટર સફેદ ટી-શર્ટ અને કાળા સૂટમાં નજર આવી રહ્યો છે.
તપાસ દરમિયાન તેણે પ્રવેશ દ્વાર પર સીઆઈએસએફ જવાનને તેનું ઓળખપત્ર દેખાડ્યું ત્યારબાદ જવાને એક્ટરને ચશ્મા અને માસ્ક હટાવવા કહ્યું પહેલા તો અલ્લુ અચકાયો અને એવું લાગી રહ્યું હતું કે અલ્લુ સીઆઈએસએફ જવાન સાથે દલીલ કરી રહ્યો છે, પછી તેણે માસ્ક હટાવી ચહેરો બતાવ્યો.
આ વીડિયો હાલમાં વાઈલર થઈ રહ્યો છે અને યુઝર્સ એક્ટરથી આ વાતને લઈ નારાજ થઈ એકટરને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ, યૂઝર્સે એક્ટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.
એક યુઝરે લખ્યું હતું કે ‘પૂરો ચહેરો બતાવો યાર,આટલું ઘમંડ કેમ છે?, દુઃખની વાત એ છે કે આ લોકો મૂર્ખ ચાહકોના લાડના કારણે પોતાને ભગવાન સમજી લે છે, અને નિયમોનું ઉલ્લંઘન કરે છે’ ત્યારે બીજા યુઝરે લખ્યું કે,’સામાન્ય માણસ તેને સન્માન આપે છે તેની પૂજા કરે છે, એટલે તે પોતાને ભગવાન તો સમજશે જ’, વધુ એક યુઝરે લખ્યું કે ‘ઇધર જુકના પડેગા.’SS1MS