Western Times News

Gujarati News

PM મોદીના સુશાસનની ઝાંખી કરાવતી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા

ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ  રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ  રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયામહિલા ધારાસભ્યશ્રીઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની  શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી  તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલમેયર શ્રીમતી મીરાબેન પટેલગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમબ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનોવિવિધ શાળાની વિદ્યાર્થીનીઓપ્રજ્ઞાચક્ષુ બહેનોદિવ્યાંગ બહેનો સહિત  મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.