Western Times News

Gujarati News

ભારતમાં અનાજની તંગી ઉભી થઈ હતી ત્યારે પશુચારામા પણ ન ચાલે તેવા ઘઉં અમેરીકાએ મોકલ્યા હતા

ભારતીય જન પરિષદના ઉપક્રમે દિલીપ સંઘાણી નાં નેતૃત્વમાં ટેરીફ વિરોધમા સમગ્ર રાજયમા સર્વપ્રથમ અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન-અમેરીકન વસ્તુનો બહિષ્કાર: અમરેલીમાં મોટી સંખ્યામા લોકો જોડાયા

ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત વિશાળ સંખ્યામા લોકોની ઉપસ્થિતી

• ભારતમા અનાજની તંગીમા નબળા ઘઉં મોકલવા સામે લાલબહાદુર શાસ્ત્રી ઉપવાસ ઉપર બેઠા હતા.
• પોખરણ અણુ ધડાકા સામે અમેરીકાના આર્થીક પ્રતિબંધોનો સામનો અટલજીએ અડગતાથી કર્યો.
• ઓપરેશન સિંદુરની સફળતાથી ભારતના સંરક્ષણ ક્ષેત્ર આત્મ નિર્ભરતાની અમેરિકાને ઈર્ષા.

Amreli, અમેરીકાની ઈર્ષાનો ભોગ ભૂતકાળમા પણ ભારત ભોગવી ચુકેલ છે, દેશમા અનાજની તંગી ઉભી થયેલ ત્યારે પશુચારામા પણ ન ચાલે તેવા ઘઉં ભારતને મોકલી દબાવવાનો પ્રયાસ કરતા તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી ઉપવાસ પર બેસી ગયા હતા.

તેવીજ રીતે પોખરણના અણુ ધડાકાથી ભારતની અણુ શક્તિથી અંજાયને આર્થીક પ્રતિબંધો લગવાતા તત્કાલીન પ્રધાનમંત્રી બાજપાઈજીએ સમગ્ર દેશના સમર્થ સાથે અમેરીકા સામે અડગ ઉભા રહયા હવે રહી વાત ઓપરેશન સિંદુરની, પાકિસ્તાન સામે આક્રમક ઓપરેશન સિંદુરની સફળતા થી ભારતની સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતા અને વિશ્વગુરૂની છબી અમેરીકાને લેશમાત્ર પસંદ ન હોવાથી ભારતને તાબે કરવા ટેરીફ ત્રાસ લાદેલ છે.

ભારતની તમામ ક્ષેત્રે પ્રગતિ અને વધતી વગને વારં વાર અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની ટેરીફ નીતી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખી છે, દૂનિયાને દબાવવા ટેરીફ નીતી અપનાવી રહેલ ટ્રમ્પ શાસન સામે ભારત ઝુકયા વગર અડગ અને અલગ રીતે સામનો કરી અમેરીકાની ટેરીફ ધમકીને ઘરેલુ વ્યવસાય અને ઉત્પાદનને સમર્થન આપવાના પ્રયાસરૂપ ભારતીય જન પરિષદના ઉપક્રમે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીના નેતૃત્વમા અમેરીકન ઉત્પાદનોના વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ હતી જેમા વિશાળ સંખ્યામા જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરીકાની ટેરીફ નિતીની આલોચના સાથે વિરોધ પ્રદર્શની ની પહેલ અમરેલી ખાતે કરવામા આવેલ જેમા મોટી સંખ્યામા લોકઉપસ્થિતી ધ્યાનાકર્ષણ રહી. કાર્યક્રમમા સંઘાણી ઉપરાંત પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ પોપટ, જયંતિભાઈ પાનસુરીયા, કાળુભાઈ પાનસુરીયા, એડવોકેટ પીયુષભાઈ શુકલ, રામભાઈ સાનેપરા, રામજીભાઈ કાપડીયા,

રાજેશભાઈ માંગરોળીયા, ભાવનાબેન ગોંડલીયા, સુરેશભાઈ શેખવા, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, ભાવેશભાઈ વાળોદરા, કાળુભાઈ રામાણી, દેવેન્દ્રભાઈ ધાધલ, નરૂભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ દાફડા, અલ્કાબેન ગોંડલીયા, ગીરીશભાઈ ભટ્ટ, ભાવેશભાઈ કામળીયા, સી.બી.રામાણી, હરિ કાબરીયા, સંજય(ચંદુ) રામાણી, સુનિલ સંઘાણી, ડો.આર.એસ.પટેલ, અશોકભાઈ માંગરોળીયા, મયુરભાઈ માંજરીયા, રંજનબેન ડાભી, બીપીનભાઈ જોશી,

રેખાબેન માવદીયા, જયાબેન ચાવડા, ભાવેશભાઈ સોઢા, સંજયભાઈ વણઝારા, ભગીરથભાઈ ત્રીવેદી, ભરતભાઈ ચૌહાણ, જે.ભાઈ કાવઠીયા, રાજન ચોડવડીયા, એ.વી.આકોલીયા, એ.પી.બોરડ, વિજયભાઈ ડાંગર, પ્રવિણભાઈ માંગરોળીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ જણાવાયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.