ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં ૫ પત્રકારો સહિત ૩૯નાં મોત

દેઇર અલ-બલાહ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. ગાઝામાં યુદ્ધની જ્વાળાઓમાં બળતી માનવતાની દરરોજ નવી તસવીરો આવી રહી છે. હમાસના લડવૈયાઓ અને સામાન્ય લોકો પછી હવે મીડિયા કર્મચારીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના તાજેતરના હુમલામાં પાંચ પત્રકારો માર્યા ગયા છે.
ઉત્તર અને દક્ષિણ ગાઝા પર ઈઝરાયેલ દ્વારા જમીન અને હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં તંબુઓ અને ઘરોમાં આશ્રય લેનારા અન્ય લોકોના પણ મોત થયા હતા.હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યા અનુસાર સોમવારે ઓછામાં ઓછા ૩૪ લોકો માર્યા ગયા હતા, જેમાં તંબુમાં માર્યા ગયેલા પત્રકારોનો સમાવેશ થતો નથી.
મૃતકોમાં ઓછામાં ઓછા ૧૨ સહાય શોધનારાઓનો સમાવેશ થાય છે જેઓ વિતરણ સ્થળોએ પહોંચવાનો પ્રયાસ કરતી વખતે અથવા સહાય કાફલાની રાહ જોતી વખતે ઇઝરાયલી ગોળીબારમાં મોતને ભેટ્યા હતા.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપશે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન રાજ્યનો દરજ્જો કાયમી ન થાય ત્યાં સુધી શાંતિ ફક્ત કામચલાઉ હોઈ શકે છે.SS1MS