Western Times News

Gujarati News

સૈન્યની કાયદા શાખામાં સરકાર પુરુષો માટે સીટ અનામત રાખી શકે નહીઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સૈન્યની જજ એડવોકટ જનરલ(જએજી) શાખામાં પુરુષ અને મહિલા અધિકારીઓ માટે ૨ઃ૧ રેશિયામાં અનામત આપવાની નીતિ રદ કરી દીધી છે. જેએજી સૈન્યની કાયદા શાખા છે, જ્યાં અધિકારી કાયદાકીય સલાહ, કોર્ટ-માર્શલના મામલાઓ અને સૈનિકો તથા તેમના પરિવારજનોની કાયદાકીય જરુરિયાતોને ધ્યાનમાં રાખે છે.

બે મહિલા ઉમેદવારોની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નીતિ મનસ્વી છે અને બંધારણ અંતર્ગત તમામને મળેલા સમાનતાના અધિકારનો ભંગ કરે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર ફક્ત પુરુષો માટે સીટો અનામત રાખી શકે નહીં.

મહિલાઓની સીટ મર્યાદિત કરવી એ ખોટું છે. સાચા અર્થમાં જેન્ડર ન્યુટ્રેલિટીનો અર્થ છે કે સૌથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે.હકીકતમાં, બે મહિલા ઉમેદવાર મેરિટ યાદીમાં ચોથા અને પાંચમા સ્થાન પર હતી, પરંતુ મહિલાઓ માટે ફક્ત ત્રણ સીટ હોવાના કારણે તેમની પસંદગી થઈ નહીં. જ્યારે તેમનાથી ઓછા ગુણવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.

જ્યારે, સુપ્રીમ કોર્ટે એક અરજદારને તરત જ સર્વિસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો, જ્યારે અન્ય ઉમેદવારને રાહત મળી નહીં, કારણ કે તે અરજી દરમિયાન નૌકાદળની સેવામાં જોડાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે જેએજી શાખામાં કુલ ૯ જગ્યા માટે ભરતી થવાની હતી, એમાં ૨ઃ૧ના રેશિયામાં અનામતના આધારે છ પુરુષો અને ત્રણ મહિલાઓની પસંદગી કરાઈ હતી.

આના પર જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે છેલ્લા વર્ષાેમાં મહિલાઓની ઓછી તકોની ભરપાઈ કરવા માટે ઓછામાં ઓછી ૫૦ ટકા સીટો મહિલાઓને આપવી જોઈએ, પરંતુ જો મહિલાઓ પુરુષોથી વધુ મેરિટમાં છે તો પણ તેમને ૫૦ ટકા સુધી મર્યાદિત કરવી એ અનુચિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.