Western Times News

Gujarati News

રાહત: પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો

નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધટાડાનો તબક્કો આજે સોમવારે પણ જારી રહ્યો હતો. દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઇડિયન ઓઇલ કોર્પોરેશન અનુસાર દિલ્હીમાં પેટ્રોલ છ પૈસા સસ્તુ થઇ ૭૩.૦૪ રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું તો ડીઝલની કીંમતો પણ ૮ પૈસા ઓછી થઇ ૬૬.૦૯ રૂપિયા પ્રતિ લીટર રહી ગયુ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૩.૦૪ રૂપિયા ડીઝલ ૬૬.૦૯ રૂપિયા પ્રતિ લીટર થયા છે જયારે મુંબઇમાં પેટ્રોલના ૭૮.૬૯ રૂપિયા,ડીઝલ ૬૯.૨૭ રૂપિયા, કોલકતા પેટ્રોલ ૭૫.૭૧ રૂપિયા અને ડીઝલ ૬૮.૪૬ રૂપિયા અને ચેન્નાઇમાં પેટ્રોલ પ્રતિ લીટર ૭૫.૮૯ રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર ૬૯.૮૧ રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

એ યાદ રહે કે છેલ્લા વર્ષ ૧૯ ડિસેમ્બરથી આ ભાવ નીચલા સ્તર પર છે હકીકતમાં તમામ ઓઇલ માર્કીટિંગ કંપનીઓ આઇઓસી,બીપીસીએલ અને એચપીસીએલના પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ વધતા ઘટતા રહે છે પેટ્રોલ ડીઝલના નવા ભાવ સવારે નવ વાગ્યાથી લાગુ થઇ જાય છે તેની કીંમતમાં એકસાઇજ ડયુટી,ડીલર કમીશન બધુ જોડયા બાદ તેની લગભગ બેગણી થઇ જાય છે.માનવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં એપ્રિલથી ૫૦ પૈસાથી એક રૂપિયા લીટરનો વધારો થઇ શકે છે તેનું કારણ દેશમાં બીએસ ૬ ઉત્સર્જન માનકો વાળા બળતણનો ઉપયોગ શરૂ કરવાનો છે હાલ દેશમાં બીએસ ૪ માનકો વાળા બળતણની ઉપલબ્ધતા કરાવાઇ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.