રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન પાંચ ફેબ્રુઆરી માટે પ્રજા માટે ખુલશે
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન ગાઢ રંગના ગુલાબો,સફેદ ડેજી અને ટ્યુલિપની લાંબી લાઇનોની સાથે પોતાના વાર્ષિક ઉદ્યાનોત્સવથી વસંતનું સ્વાગત કરવા તૈયાર છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે તા.૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડનના વાર્ષિત ઉદ્યોનોત્સવનું ઉદ્ધાટન કરશે આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલ આ આકર્ષક ઉદ્યાન સામાન્ય જનતા માટે ૫ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી ખુલ્લુ મુકવામાં આવશે.
રાષ્ટ્પતિ ઉદ્યાનના અધીક્ષક પી એન જાશીએ જણાવ્યું હતું કે આ વખતે લગભગ ૧૦,૦૦૦ની સંખ્યામાં ટ્યૂલિપ,૧૩૮ હેઠળના ગુલાબ અને ૭૦ રીતના લગભગ ૫૦૦૦ મૌસમી ફૂલ આગંતુકોનું સ્વાગત કરશે આ ગાર્ડન ૫ ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી સવારે ૧૦ વાગ્યાથી સાંજના ચાર લાગ્યા સુધી જનતા માટે થુલ્લુ રહેશે જા કે મુગલ ગાર્ડનની સારસંભાળ માટે દર સોમવારે તેની બંધ રાખવામાં આવશે.
પોતાના દુલર્ભ અને આકર્ષક ગુલાબો માટે જાણીતા આ ઉદ્યાનનું આ વખતે મુખ્ય આકર્ષણ ગ્રેસ ધ મોનાકો નામનું ગુલાબ છે ગત વર્ષ મોનાકોના પ્રિન્સ એલ્બર્ટ દ્રીતીયે ઉદ્યાનમાં આ ગુલાબને રોપ્યો હતો આ પુષ્પ પ્રદર્શનીમાં જાણીતા લોકો જેવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી,મધર ટેરેસા,પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જાન એફ કેનેડી વગેરેના નામ પર વિવિધ પ્રકારના ગુલાબોના નામ રાખવામાં આવ્યા છે. મુગલ ગાર્ડનની અંદર કુલ ૧૨ અલગ અલગ ગાર્ડન આવેલ છે જે પોતાની ખાસ ગુણવત્તા માટે જાણીતા છે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ અને એકસપ્લોર એન્ડ ટુર લિંક પર જઇ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવી શકે છે જે પુરી રીતે મફત છે. ઓનલાઇન બુકીગ માટે મોબાઇલ નંબર અનિવાર્ય છે અને એકમ ોબાઇલ નંબરથી ફકત એક બુકીગની મંજુ છે. ગાર્ડનમાં આગંતુકો માટે પીવાના પાણીની શૌચાલય પ્રાથમિક ચિકિત્સા વિશ્રામ કક્ષ વગેરેની વ્યવસ્થા કરાઇ છે.