કોરોના વાયરસ અંગે સરકારે ગાઇડ લાઈન તથા હેલ્પ લાઇન નંબર જારી કરી

નવી દિલ્હી, ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસના કારણે રવિવારે વધુ 56 લોકોના મોત થયા હતા અને અત્યાર સુધીમાં 350 જેટલા લોકોનો ભોગ લેવાયો છે. આ કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે જરુરી ગાઇડ લાઈન અને હેલ્પ લાઈન નંબર બહાર પાડયા છે. ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે અને અગાઉના બંને કેસની માફક ત્રીજો કેસ પણ કેરળમાંથી જ નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના ત્રણેય કેસ કેરળ રાજ્યના જ વિવિધ વિસ્તારોમાંથી સામે આવવાના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધન સિંહે પોતે કેરળના સ્વાસ્થ્ય મંત્રીના સંપર્કમાં હોવાની પૃષ્ટિ કરી હતી. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર આ બીમારીના ઉકેલ માટે કેરળ સરકારને તમામ સંભવિત મદદ કરવા તત્પર હોવાની તૈયારી દર્શાવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ અંગે જાણકારી કે મદદ મેળવવા માટે 91-11-23978046 હેલ્પ લાઈન નંબર બહાર પાડયો છે અને હર્બપ2019જ્રયસચૈન.ર્બસ મેઇલ આઈડી જાહેર કરી છે.

ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસના કારણે રવિવારે વધુ 56 લોકોના મોત થયા હતા અને અત્યાર સુધીમાં 350 જેટલા લોકોનો ભોગ લેવાયો છે. આ કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે જરુરી ગાઇડ લાઈન અને હેલ્પ લાઈન નંબર બહાર પાડયા છે.
ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે અને અગાઉના બંને કેસની માફક ત્રીજો કેસ પણ કેરળમાંથી જ નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના ત્રણેય કેસ કેરળ રાજ્યના જ વિવિધ વિસ્તારોમાંથી સામે આવવાના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધન સિંહે પોતે કેરળના સ્વાસ્થ્ય મંત્રીના સંપર્કમાં હોવાની પૃષ્ટિ કરી હતી. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર આ બીમારીના ઉકેલ માટે કેરળ સરકારને તમામ સંભવિત મદદ કરવા તત્પર હોવાની તૈયારી દર્શાવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ અંગે જાણકારી કે મદદ મેળવવા માટે 91-11-23978046 હેલ્પ લાઈન નંબર બહાર પાડયો છે અને હર્બપ2019જ્રયસચૈન.ર્બસ મેઇલ આઈડી જાહેર કરી છે.