શુભમન ગિલ આઇસીસીનો આ મહિનાનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર

ઇંગ્લેન્ડ સામેની તે બેવડી સદી હંમેશાં યાદ રહેશે
ચાર વખત આ એવોર્ડ હાંસલ કરનારો ગિલ કહે છે કે ઇંગ્લેન્ડ સામેની બેવડી સદી હંમેશાં યાદ રહેશે
દુબઈ,ઇંગ્લેન્ડમાં શાનદાર દેખાવ કરનારી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઉમદા બેટર શુભમન ગિલને જુલાઈ ૨૦૨૫ના મહિના માટે આઇસીસીનો બેસ્ટ ક્રિકેટર ઓફ મન્થ એવોર્ડ માટે પસંદ કરાયો હતો. તેણે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં ૭૫૪ રન ફટકાર્યા હતા જેમાં એક બેવડી સદી પણ સામેલ હતી.બ‹મગહામના એજબસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટમાં શુભમન ગિલે શાનદાર ૨૬૯ રન ફટકાર્યા હતા અને તેમાં ભારતનો વિજય થયો હતો. આ બેવડી સદીને ગિલ તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ ગણાવે છે.
તેણે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ સામેની તે બેવડી સદી હંમેશાં યાદ રહેશે. એક કેપ્ટન અને બેટર બંને રીતે ગિલ ભારતીય ટીમ માટે પ્રેરક બની ગયો હતો. તેમાં ય ભારત પાસેથી આ સિરીઝમાં ખાસ અપેક્ષા રખાતી ન હતી કેમ કે આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવીઓ ન હતા પરંતુ તેમ છતાં ગિલની ટીમે પાંચ મેચની સિરીઝ ૨-૨થી ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી હતી. ઓલ ખાતેની અંતિમ ટેસ્ટમાં તો ભારતીય બોલિંગે કમાલ કરીને છ રનના નજીવા અંતરથી મેચ જીતી લીધી હતી.ગિલે આઇસીસીનો પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ હાંસલ કર્યાે ત્યારે તેના હરીફ તરીકે સાઉથ આળિકાનો ઓલરાઉન્ડર વિવાન મુલ્ડેર અને ઇંગ્લેન્ડનો તેનો હરીફ સુકાની બેન સ્ટોક્સ હતા.
ગિલે જણાવ્યું હતું કે આગામી સિઝનમાં પણ તે આવું જ ફોર્મ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.ભારતીય ટીમના યુવાન સુકાનીએ જણાવ્યું હતું કે આઇસીસીનો આ એવોર્ડ હાંસલ કરતાં ખુશી થાય છે. આ વખતે તેનું મહત્વ ઓર વધી ગયું છે કેમ કે તે મારી કેપ્ટન તરીકેની પ્રથમ જ સિરીઝમાં મારા પ્રદર્શનને કારણે મળ્યો છે. એજબસ્ટન ખાતેની બેવડી સદીનું મહત્વ પણ વધારે છે અને તે મને આજીવન યાદ રહેશે. આ બેવડી સદી મારા ઇંગ્લેન્ડના પ્રવાસનું આકર્ષણ રહેશે.શુભમન ગિલે આ સાથે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ તેની કારકિર્દીમાં ચોથી વાર હાંસલ કર્યાે છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ મારા માટે નવું શીખવાનો અનુભવ રહ્યો છે.
સિરીઝમાં બંને ટીમે અસામાન્ય પ્રદર્શન કર્યું છે. મને ખાતરી છે કે બંને ટીમના ખેલાડીઓ આ સિરીઝને લાંબા સમય સુધી યાદ રાખશે તેમ શુભમન ગિલે ઉમેર્યું હતું,તેણે વધુમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ માટે મને પસંદ કરવા બદલ હું જ્યુરીના સદસ્યોનો આભાર માની રહ્યો છું. સાથે સાથે મને આ લાયક બનાવવા માટે સમગ્ર સિરીઝ દરમિયાન સપોર્ટ કરનારા મારી ટીમના સાથીદારોનો પણ આભાર માની રહ્યો છું. હું આવું જ પ્રદર્શન જારી રાખીને દેશનું ગૌરવ વધારવા આતુર છું.
ગિલને જુલાઈ મહિનાના શ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ એનાયત કરાયો જેમાં તેણે ઇંગ્લેન્ડના સામેના ૭૫૪માંથી ૫૬૭ રન (પ્રથમ ત્રણ ટેસ્ટમાં) ફટકાર્યા હતા. તેણે એજબસ્ટન ખાતેની ટેસ્ટમાં ૨૬૯ અને ૧૬૧ રનની ઇનિંગ્સ રમી હતી જેને કારણે ભારતે તે ટેસ્ટ જીતીને તે સમયે સિરીઝનો સ્કોર ૧-૧થી સરભર કર્યાે હતો.ગિલ ચોથી વાર આઇસીસી પ્લેયર ઓફ મન્થ બન્યોભારતીય ક્રિકેટર શુભમન ગિલ તેની કારકિર્દીમાં ચોથી વાર આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ બન્યો છે. અગાઉ તે જાન્યુઆરી ૨૦૨૩, સપ્ટેમ્બર ૨૦૨૩ અને ફેબ્›આરી ૨૦૨૫માં પણ આ એવોર્ડ જીતી ચૂક્યો હતો. આ સાથે મેન્સ ક્રિકેટમાં તે એવો પ્રથમ ખેલાડી બન્યો છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી હોય.