રજનીકાંતે આમિરને કમલ હાસન જેવો લિજેન્ડ કહ્યો

રજનીકાંત અને આમિર ખાન આ પહેલાં ૧૯૯૫માં ‘આતંક હી આતંક’માં એક સાથે જોવા મળ્યા હતા
રજનીકાંતે આમિરને સલમાન અને શાહરુખથી ઊંચો કલાકાર ગણાવ્યો
મુંબઈ,રજનીકાંત અને આમિર ખાન આ પહેલાં ૧૯૯૫માં ‘આતંક હી આતંક’માં એક સાથે જોવા મળ્યા હતા. તેના ૩૦ વર્ષ પછી આમિર ખાન સાથે ફરી જોડાયા છે અને ‘કૂલી’માં તેઓ એકસાથે જોવા મળશે. તેમની આ ફિલ્મમાં નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહિર, સત્યરાજ અને શ્›તિ હાસન જેવા કલાકારો પણ છે.તાજેતરમાં તમિલનાડુમાં ‘કૂલી’ની ફેન ઈવેન્ટમાં, રજનીકાંતે તેમના આમિર ખાન સહિતના સહકલાકારોના વખાણ કર્યા હતા. રજનીકાંતે ‘લેજન્ડરી’ આમિર ખાનની તુલના શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે કરી હતી.
ચાહકોને સંબોધતા તેમના ભાષણ દરમિયાન, રજનીકાંતે ખુલાસો કર્યાે કે જ્યારે આમિર ખાન ફિલ્મનો ભાગ બનવા માટે સંમત થયો, ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે તેમને કોઈપણ ફિલ્મને મંજૂરી આપવામાં બે વર્ષ લાગે છે. ત્યારબાદ રજનીકાંતે આમિર ખાનને લિજેન્ડ ગણાવ્યો અને શાહરુખ ખાન તેમજ સલમાન ખાનથી પણ ઊંચો કલાકાર છે એમ કહ્યું હતું. આમિર ખાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “જેમ અહીં (તમિલનાડુમાં) કમલ હાસન છે, તેમ ઉત્તરમાં આમિર ખાન છે.”
આમિરને ત્રણ ખાનોમાં એક ઉત્કૃષ્ટ કલાકાર ગણાવતા, રજનીકાંતે કહ્યું, “એક તરફ, તમારી પાસે સલમાન ખાન છે, બીજી તરફ, શાહરૂખ ખાન છે, અને તેમની વચ્ચે આમીર ખાન ઊંચો કલાકાર છે. તમે કેટલા લિજેન્ડ છો, સલામ, સાહેબ.” તે જ કાર્યક્રમમાં, જ્યારે આમિરનો ભીડને સંબોધવાનો વારો આવ્યો, ત્યારે આમિરે ખુલાસો કર્યાે કે, તેણે ફક્ત રજનીકાંતને કારણે જ ફિલ્મ માટે હા પાડી હતીતેમણે કહ્યું, “લોકેશ મને મળવા આવ્યા હતા અને કહ્યું, આ કૂલી માટે છે. હું ઇચ્છું છું કે તમે ફિલ્મમાં રોલ કરો.” જે ક્ષણે મને ખબર પડી કે આ ‘કૂલી’ રજની સરની ફિલ્મ છે. ઘણા વર્ષાે પછી, કદાચ પહેલી વાર, મેં સ્ક્રિપ્ટ સાંભળ્યા વિના, કશું જ સાંભળ્યા વિના કોઈ ફિલ્મ માટે હા પાડી છે.’’