ભારત-અમેરિકાની સેના USAના અલાસ્કામાં સંરક્ષણ અભ્યાસની તૈયારીમાં

પ્રતિકાત્મક
આ વર્ષે તેનું ૨૧મું એડિશન ૧ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન અલાસ્કામાં યોજાશે
નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના ૪૦૦ સૈનિકો અમેરિકાની સેના એક મોટા સૈન્ય અભ્યાસની તૈયારી કરી છે. આ સંયુક્ત સૈન્ય અભ્યાસને ‘યુદ્ધ અભ્યાસ’ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે તેનું ૨૧મું એડિશન ૧ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન અલાસ્કામાં યોજાશે. આ યુદ્ધ અભ્યાસ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના ભાગ રૂપે હાથ ધરાશે.
યુદ્ધ અભ્યાસ એ વાર્ષિક સંયુક્ત મિલિટ્રી વારગેમ છે. જે ૨૦૦૪માં શરૂ થઈ હતી. ભારત અને અમેરિકાની સેના વચ્ચે આ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધરાય છે. દરવર્ષે ભારત અથવા અમેરિકામાં તેનું આયોજન કરવામાં આવે છે. ગતવર્ષે ૨૦૨૪માં તેનું ૨૦મું એડિશન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયુ હતું. આ વખતે અલાસ્કામાં યોજાશે.
જ્યાં ઠંડા અને ઊંચા પહાડી વિસ્તારોમાં અભ્યાસ થશે. તેનો ઉદ્દેશ બંને દેશોની સેના એક સાથે મળી આતંકવાદ વિરોધી ઓપરેશન કરવા તાલીમ લેશે. આ વખતે ‘યુદ્ધ અભિયાન’નો વ્યાપ અને જટિલતા વધી છે. ભારતના ૪૦૦થી વધુ સૈનિકો ભાગ લેશે, જે ગત વર્ષ કરતા વધુ છે. મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો તેનું નેતૃત્વ કરશે. તમામ પ્રકારના લશ્કરી એકમોનો સમાવેશ થશે.
યુએસ આર્મી તેના નવા શસ્ત્રો અને ટેકનોલોજી પર રજૂ કરશે. ખાસ વાત એ છે કે અમેરિકા તેના ‘સ્ટ્રાઈકર’ વાહનનું પાણીમાં ચાલતું સંસ્કરણ પણ રજૂ કરશે. ભારતે અગાઉ સ્ટ્રાઈકરના ભૂમિ સંસ્કરણનું પરીક્ષણ કર્યું હતું. હવે તે પાણીમાં દોડવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કરી રહ્યું છે. જો તે સફળ થાય, તો ભારત તેને ખરીદવાનું વિચારી શકે છે.
આ કવાયતમાં, યુએસ આર્મી ભારતના તાજેતરના ઓપરેશન સિંદૂરના પાઠ શીખવા માંગે છે. ઓપરેશન સિંદૂર એક લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતે આતંકવાદીઓ સામે કડક પગલાં લીધા હતા. આ ઓપરેશનમાં, ભારતે તેની વ્યૂહરચના, શક્તિ અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કર્યો હતો. આ વખતે યુએસ આર્મી તેના પર ધ્યાન આપશે, જેમ કે આતંકવાદીઓનો સામનો કરવા માટે સંયુક્ત યોજના બનાવવી અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરવી. બંને સેનાઓ સાથે મળીને આતંકવાદ વિરોધી મિશન માટે તૈયારી કરશે, જે સંયુક્ત રાષ્ટ્રના નિયમો (પ્રકરણ ફૈંં) હેઠળ હશે.
આ ૧૪ દિવસની કવાયતમાં ઘણી પ્રવૃત્તિઓ શામેલ હશે… આતંકવાદ વિરોધી કવાયતઃ બંને દેશોની સેનાઓ આતંકવાદી હુમલાઓનો જવાબ આપવા માટે સાથે મળીને પ્રેક્ટિસ કરશે.
સંયુક્ત આયોજનઃ સૈનિકો સાથે મળીને વ્યૂહરચના બનાવશે. ક્ષેત્ર તાલીમઃ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કવાયત કરવામાં આવશે.
સહકાર અને મિત્રતાઃ બંને સેનાઓ એકબીજા પાસેથી નવી તકનીકો અને પદ્ધતિઓ શીખશે. કુદરતી આપત્તિ રાહતઃ પર્વતીય અને ઠંડા વિસ્તારોમાં આપત્તિનો સામનો કરવા માટે તાલીમ પણ આપવામાં આવશે.
આ કવાયત બંને સેનાઓ વચ્ચે પરસ્પર સમજણ, મિત્રતા અને સહયોગ વધારશે. આ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવશે.
આજના સમયમાં, આતંકવાદ અને સરહદ પર તણાવ વધી રહ્યો છે. ભારત અને અમેરિકા બંનેને મજબૂત લશ્કરી સહયોગની જરૂર છે.
આ કવાયત દ્વારા, બંને દેશોની સેનાઓ એકબીજા સાથે વધુ સારી રીતે કામ કરવાનું શીખશે. ઉપરાંત, ભારત માટે અમેરિકન ટેકનોલોજી (જેમ કે સ્ટ્રાઈકર વાહનો) અપનાવવાની તક છે. ટ્રમ્પ સાથે વેપાર તણાવ હોવા છતાં, આ કવાયત બંને દેશો વચ્ચેની લશ્કરી મિત્રતા દર્શાવે છે.