રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે, ટ્રમ્પની ધમકી

અલાસ્કાના મિલિટરી બેઝ ખાતે યુક્રેન યુદ્ધ મુદ્દે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની બેઠક યોજાશે
વોશિંગ્ટન,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અલાસ્કામાં રશિયાના સમકક્ષ વ્લાદીમિર પુતિન સાથેની મુલાકાત અગાઉ મોસ્કોને ચીમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, શુક્રવારની મુલાકાત બાદ પણ જો રશિયા યુદ્ધ નહીં અટકાવે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે યુરોપીયન નેતાઓ સાથેની વર્ચ્યુઅલ મુલાકાતમાં સ્પષ્ટપણે આ વાતનો ઉલ્લેખ કર્યાે હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ આ મુદ્દે જણાવ્યું કે, અલાસ્કામાં યુએસ-રશિયા સમિટમાં રશિયા યુક્રેન યુદ્ધ મામલે સીઝફાયર કરે તેવું ટ્રમ્પ સ્પષ્ટપણે ઈચ્છે છે. બીજીતરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની મુલાકાત અગાઉ પુતિન બકવાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, પુતિન યુક્રેનના તમામ ક્ષેત્રો પર દબાણ કરી રહ્યા છે અને તેવો સાબિત કરવા ઈચ્છે છે કે રશિયા સમગ્ર યુક્રેન પર કબજો જમાવવા સક્ષમ છે. પુતિન રશિયા ઉપરના પ્રતિબંધો પર ઢોંગ કરી રહ્યા છે, જાણે તેનાથી કોઈ ફરક પડતો ના હોવાનું અને તે બિનઅસરકારક હોવાનું તે દર્શાવી રહ્યા છે.
વાસ્તવિક રીતે પ્રતિબંધો મદદરૂપ થઈ રહ્યા છે અને તે રશિયાના યુદ્ધ અર્થતંત્ર પર પ્રહાર સમાન હોવાનું ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે અલાસ્કાના મિલિટરી બેઝ ખાતે યુક્રેન યુદ્ધ મુદ્દે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની બેઠક યોજાશે. બંને નેતાઓ વચ્ચે એન્કરેજ ખાતે આવેલા એલ્મેનડોર્ફ-રિચાર્ડસન જોઈન્ટ બેઝ પર મુલાકાત થશે જેના પર તમામની નજર રહેશે. શિતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘ પર નજર રાખવા માટે આ બેઝની વ્યૂહાત્મક ભૂમિકા રહી હતી.
સોવિયેત સંઘ તરફથી કોઈ ગતિવિધિ કરવામાં આવે છે અથવા સંભવિત પરમાણુ હુમલાને ખાળવામાં યુએસનો આ બેઝ મહત્વનો છે. યુએસ પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો વહેલી તકે અંત આવે તે માટે રશિયા પર દબાણ કરી રહ્યા છે.આ નિવેદનો ટ્રમ્પની યુરોપિયન નેતાઓ સાથેની વર્ચ્યુઅલ મુલાકાત બાદ આવ્યા છે.
આ બેઠકમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે ટ્રમ્પ યુદ્ધવિરામને પ્રાથમિકતા આપી રહ્યા છે. બીજી તરફ, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આરોપ મૂક્યો કે પુતિન “બડબડાટ” કરી રહ્યા છે અને યુક્રેન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી રશિયા આખા યુક્રેન પર કબજો કરવાનો દેખાવ કરી શકે. આનાથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે વિવિધ મતભેદો છે.ss1