Western Times News

Gujarati News

સુરતમાં બોગસ આંગડિયા પેઢી ઊભી કરી રૂ.૫૧ લાખની ઠગાઈ

પોલીસે આરોપી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા કબજે કર્યા

પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા પછી પરત નહીં આપી ચુનો ચોપડ્યો, ત્રણની ધરપકડ

સુરત,સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી સાથે ૫૧ લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ત્રણ આરોપીઓએ વેપારીને RTGSથી આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા બાદ પરત નહીં આપી ચુનો ચોપડ્યો હતો. સરથાણા પોલીસે આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે.

ત્રણેય આરોપીઓએ છેતરપિંડી આચરવા માટે બોગસ આંગડિયા પેઢી ઊભી કરી હતી.મોટા વરાછામાં રહેતા દિનેશ તુલસીભાઈ કુકડીયાને ૬ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેડમાં આવેલી દુકાનમાં કિશોરભાઈ ઘોડાદરા (રહે, કતારગામ), ભરતભાઈ પટેલ અને કિરીટ ઉર્ફે કે.કે.પટેલે એજન્ટ તરીકે કમિશનની દલાલી પેટે પૈસા RTGSથી ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી હતી.

વેપારીની પાસેથી RTGSના ૫૦ લાખ અને કમિશન પેટે ૧ લાખ મળી કુલ રૂપિયા ૫૧ લાખ લીધા બાદ પૈસા RTGS નહીં કરી કે પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી.બોગસ આંગડિયા પેઢી ઊભી કરીને ત્યાં વેપારીને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચા પીવાના બહાને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સરથાણા પોલીસે દિનેશભાઈની ફરિયાદ લઈ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.