Western Times News

Gujarati News

દીપિકા-માધુરીએ મોટા પડદા પર લોકોના આખા વર્ષના પગારથી મોંઘા લહેંગા પહેર્યાં

આ કોસ્ચ્યુમ્સની કિંમત જેટલું જ ભારે તેનું વજન પણ હતું

બોલિવૂડ ફિલ્મ ફક્ત બ્લોકબસ્ટર સ્ક્રિપ્ટ અથવા આકર્ષક ડાન્સ સિક્વન્સ માટે જ જાણીતી નથી

મુંબઈ, બોલિવૂડ ફિલ્મો ભવ્યાતિ ભવ્ય સેટ અને વૈભવી ફેશન માટે પ્રખ્યાત છે, જેમાં સ્ટાર્સ ખૂબ જ કિંમતી કોસ્ચ્યુમ્સ પણ પહેરે છે. ‘પદ્માવત’માં દીપિકા પાદુકોણ અને ‘દેવદાસ’માં માધુરી દીક્ષિત બોલિવૂડના એવા કલાકારોમાં આવે છે જેમણે મોટા પડદા પર અત્યાર સુધીના સૌથી મોંઘા પોશાક પહેર્યા છે. બોલિવૂડ ફિલ્મ ફક્ત બ્લોકબસ્ટર સ્ક્રિપ્ટ અથવા આકર્ષક ડાન્સ સિક્વન્સ માટે જ જાણીતી નથી, તે ફેશન સ્ટેટમેન્ટ્‌સ વિશે પણ છે જે ભારતનો વૈભવ દર્શાવે છે.

વર્ષાેથી, ફિલ્મ ઉદ્યોગ ખાસ અલગ કોસ્ચ્યુમ બજેટ સાથે આગળ વધ્યો છે, જેણે ફેશન અને કલ્પના વચ્ચેની રેખાઓને ઝાંખી કરી નાખી છે. ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ દ્વારા પહેરવામાં આવતા કેટલાંક કોસ્ચ્યુમ્સ એટલાં ભવ્ય રહ્યાં છે કે તેઓ નાના લગ્ન માટે બજેટ પૂરું પાડી શકે છે અથવા કોઈ એક લક્ઝરી કાર ખરીદી શકે છે! ૩૦ કિલોના લહેંગાથી લઈને કરોડોમાં કિંમતના બોડીસુટ સુધી, અહીં બે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રીઓ દ્વારા મોટા પડદા પર પહેરવામાં આવેલા સૌથી મોંઘા પોશાક પર એક આકર્ષક નજર નાખીએ તો, તેમાં માધુરી અને દીપિકા મોખરે છે.

દીપિકાનાં ઘૂમર કોસ્ચ્યુમ્સ ઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં, ઘૂમર ગીતમાં દીપિકા પાદુકોણનો શાહી અંદાજ તેના લહેંગામાં જોવા મળે છે. રિમ્પલ અને હરપ્રીત નરુલા દ્વારા ડિઝાઇન કરાયેલ, લાલ, સોનેરી અને કાળા રંગના આ ડ્રેસની કિંમત ૩૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની કિંમક જ નહીં પણ તેનું વજન પણ ભારે હતું, જે લગભગ ૩૦ કિલોગ્રામ હતું. જેના કારણે દીપિકાનો અભિનય વધુ પ્રભાવશાળી બન્યો.

માધુરી દીક્ષિતનો દેવદાસના કોસ્ચ્યુમ્સ ઃ દીપિકાનાં ‘પદ્માવત’ લુકના ઘણા સમય પહેલા, માધુરી દીક્ષિતે સંજય લીલા ભણસાલીની જ એર ફિલ્મ ‘દેવદાસ’ (૨૦૦૨)માં પોતાનો વૈભવી બેન્ચમાર્ક સ્થાપિત કર્યાે હતો. કાહે છેડ મોહે ગીતમાં તેનો મરૂન લહેંગા કલાનો એક નમૂનો હતો, જે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેની કિંમત ૧૫ લાખ રૂપિયા છે, બારીક ભરતકામ કરેલા આ કોસ્ચ્યુમ્સ ભવ્યતા અને વૈભવનું પ્રતિક હતો, જેના કારણે તેના સમયનો સૌથી મોંઘા કોસ્ચ્યુમ્સમાં તેનું સ્થાન હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.