પુત્રી સાથે માતાએ સાબરમતી રીવર ફ્રન્ટ પરથી ઝંપલાવી કર્યાે આપઘાત

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે.
ઉસ્માનપુરા બગીચા પાછળ સાબરમતી નદીમાં એક મહિલાએ પોતાની નાનકડી બાળકીનો હાથ પકડીને પડતુ મૂક્્યું હતું. આ બાદ ફાયર બ્રિગેડને કોલ કરતા ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્્યુ કર્યું હતું.
માતાનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું, જ્યારે બાળકીને CPR આપતા તેનો બચાવ થયો. જો કે ઘટનાના કેટલાક કલાક બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માતાએ બાળકી સાથે નદીમાં કેમ પડતું મૂક્્યું, આ મહિલાએ કેમ આવું પગલું ભર્યું તે મામલે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ બનાવના વીડિયો હચમચાવી દે તેવા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મહિલાની ઓળખ ૩૮ વર્ષીય પિન્કીબેન રાવત હોવાનું ખૂલ્યું છે. જેમણે બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. તેમણે મોત સમયે દીકરીનો હાથ પકડી રાખ્યો હતો, જેથી મોત બાદ તેમની લાશ સાથે દીકરી ચોંટેલી રહી હતી. માતના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી. આ દ્રશ્ય ભલભલાને સમસમાવી દે તેવા હતા. બાળકી રડી રહી હતી.
રેસ્ક્્યૂ ટીમે ફાયર વિભાગની ટીમે બંનેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતા. બાળકી જીવિત હોવાથી તેને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું હતું.