Western Times News

Gujarati News

છત્તીસગઢમાં ભયંકર આઈઈડી બ્લાસ્ટમાં એક જવાન શહીદ

નવી દિલ્હી, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો આઈઈડી બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઇમ્પ્›વાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હતી, જેના કારણે આ વિસ્ફોટ થયો.

બ્લાસ્ટ વિશે માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્ફોટ આજે સવારે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક પાસે થયો હતો.અધિકારીએ જણાવ્યું કે ડીઆરજી અને રાજ્ય પોલીસની ટીમે રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ રસ્તામાં આઈઈડી પ્લાન્ટ કર્યું હતું.

જ્યારે સુરક્ષા દળોની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં ડીઆરજી જવાન દિનેશ નાગ શહીદ થયા છે, તેમજ અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શહીદ જવાન દિનેશ નાગનો પાર્થિવ દેહ બીજાપુર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ જવાનો ભરત ધીર, પાયકૂ હેમલા અને મુંદરુ કવાસીને પણ જિલ્લા મુખ્યાલય લાવવામાં આવ્યા છે.

આ ત્રણેય ઘાયલોને સેનાના હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવશે.શહીદ જવાન દિનેશ નાગ બીજાપુરના જ રહેવાસી હતા અને તેઓ વર્ષ ૨૦૧૭માં સીધા ડીઆરજીમાં ભરતી થયા હતા. દિનેશ એક બાળકના પિતા હતા અને હાલ તેમની પત્ની ગર્ભવતી છે. ઉલ્લેખનીય છે કે, જવાનોની ટીમ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.