Western Times News

Gujarati News

શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિકમાધ્યમિકપ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિ

શિક્ષણ વિભાગની રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરાયેલ વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવોનીતિઓપરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળશે

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રાથમિકમાધ્યમિકપ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના ૮ ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ ૯ જેટલી વેબસાઈટનું ગાંધીનગર ખાતેથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન અન્વયે વિકસિત ગુજરાત@૨૦૪૭ના ભાગસ્વરૂપે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જે અંતર્ગત આજે રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી શિક્ષણ વિભાગ અને વિભાગ હસ્તકની અદ્યતન વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કેઆ વેબસાઈટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી અગત્યના ઠરાવોનીતિઓપરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે.

વધુ વિગતો આપતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કેઆ વેબસાઈટ થકી શિક્ષણલક્ષી યોજનાઓવિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની માહિતીરાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નવિન પહેલો વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. આજે રિ-લોન્ચ કરવામાં આવેલી ૯ વેબસાઇટમાં કમિશનરશ્રી ઉચ્ચ શિક્ષણનિયામકશ્રી એન.સી.સી.ની કચેરીનિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીનિરતંર શિક્ષણ અને સાક્ષરતા નિયામકશ્રીની કચેરીરાજ્ય પરીક્ષા બોર્ડગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેક્નોલોજીગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગનો સમાવેશ થાય છે.

આ વેબસાઈટ રિ-લોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમરપ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલિપ રાણા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.