Western Times News

Gujarati News

વિવેક અગ્નિહોત્રીની ધ બંગાળ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ!

મુંબઈ, વિવેક અગ્નિહોત્રી ફરી એક નવી ફિલ્મ લઈને આવ્યાં છે. જેનું અત્યારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ભાગ્યેજ એવું બન્યું હશે કે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ આવવાની હોય અને વિવાદ ન થયો હોય?ધ તાશ્કંદ ફાઇલ્સ અને ધ કાશ્મીર ફાઈલ્સબાદ હવે વિવેક અગ્નિહોત્રીની ધ બંગાલ ફાઈલ્સ આવી રહી છે.

પરંતુ અત્યારે આ ફિલ્મ બંગાળમાં વિવાદનું કારણ બની છે.આજે આ ફિલ્મનું કોલકાતામાં સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, કોલકાતામાં ફિલ્મના ચાલુ સ્ક્રીનીંગમાં પોલીસ આવે છે અને સ્ક્રીનીંગ બંધ કરાવી દે છે.ધ બંગાળ ફાઈલ્સના ટ્રેલર ની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ બંગાળના ઇતિહાસ પર બનેલી ફિલ્મ છે.

આ ફિલ્મમાં હિંદૂ-મુસ્લિમ બંને એન્ગલ સાથે બનાવવામાં આવી છે. ફિલ્મમાં સાંપ્રદાયિક હિંસા પણ દેખાઈ છે. બંગાળમાં જે સંવેદાત્મક સ્થિતિ હતી અથવા છે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે.મૂળ વાત એ છે કે, ફિલ્મમાં હિંસા બતાવવામાં આવી છે. પરંતુ મૂળ વિવાદનું કારણ એ છે કે, આ ફિલ્મમાં બે ભાગ દર્શાવવામાં આવ્યાં છે.

એટલું જ નહીં પરંતુ ટીએમસીના નેતાનું કહેવું છે કે, આ ફિલ્મ એક ખાસ એજન્ડા સાથે બનાવવામાં આવી છે.આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા વિવેક અગ્નિહોત્રીએ એક્સ પર લખ્યું કે, ‘ડાયરેક્ટ એક્શન ડે (૧૬મી ઓગસ્ટ ૧૯૪૬) ના પીડિતોની યાદમાં, હું તમને બધાને ‘ધ બંગાળ ફાઇલ્સ’ નું ટ્રેલર રજૂ કરું છું. આ હિંદુ નરસંહાર પરની એક અજાણી વાર્તા છે.જેને ખૂબ જ હિંમતભેર રજૂ કરવામાં આવી છે’ આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબમાં માત્ર ૯ જ કલાકમાં ૪.૬ મિલિયન વ્યૂઝ મળ્યાં છે.

લોકો ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મને ટ્રેલને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. પરંત પશ્ચિમ બંગાળમાં ‘ધ બંગાળ ફાઇલ્સ’નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સોશિયલ મીડિયામાં ‘ધ બંગાળ ફાઇલ્સ’ની અનેક લોકો પ્રસંશા પણ કરી રહ્યાં છે.

એક વ્યક્તિએ લખ્યું કે, ‘હું બાંગ્લાદેશથી છું. આપનો આભાર વિવેક અગ્નિહોત્રી’. આ ફિલ્મ વિશે વધારે વિગતે વાત કરવામાં આવે તો, ૫મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, પુનીત ઇસ્સાર અને મિથુન ચક્રવર્તી સહિત અન્ય સ્ટાર્સ જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.