Western Times News

Gujarati News

PM મોદી 24-25 ઓગસ્ટે ગુજરાતમાં ક્યાં ક્યાં જશેઃ નિકોલમાં જાહેરસભા સંબોધશે

file

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રપમી ઓગસ્ટે નિકોલમાં સભા કરશે-મહાનગરપાલિકાની ચુંટણી પહેલા જ વડાપ્રધાન અમદાવાદમાં સંબોધન કરશે-

(એજન્સી)ગાંધીનગર, રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી આગામી ડીસેમ્બરમાં જાહેર થનાર છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.ર૪અને રપમી ઓગષ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો ઓપરેશન સિંદુર પછી બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.

ત્યારે બેચરાજી, વડનગર, અને અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદમાં તેઓ નિકોલમાં તા.રપમી ઓગષ્ટે જાહેર સભા કરશે. ચાર મહીના પછી ડીસેમ્બર ર૦રપમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણી જાહેર થાય તેવી શકયતા છે અમદાવાદ મહાનગર પાલિકામાં શાસન તે રાજકીય રીતે અત્યંત મહત્વનું હોવાથી ભાજપ તે રીતે પણ આ જાહેરસભાને મહત્વ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમ્યાન તા.ર૪મીએ બપોર પછી ગુજરાતમાં આવશે.

તેઓ ર૪મીએ રાજભવનમાં ગુજરાતના કેટલાક મહત્વનો પ્રોજેકટ બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ પછી તેઓ તા.રપમીએ સવારે વડનગર જશે.જયાંતેઓ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લીક પ્લાઝા અને હાટકેશ્વર મંદીરના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છેકે વડાપ્રધાનનું વતન વડનગર પૌરાણીક વારસો ધરાવે છે. અને પર્યટકો આ પૌરાણીક વારસાને જોવા માટે મોટી સંખ્યામાં જઈ રહયા છે. ત્યારે ટ્‌Ùાન્સપોર્ટમાં પ્રવાસીઓને કોઈ તકલીફ પડે નહી તેટલા માટેઆધુનીક ટ્રાન્સપોર્ટ હબ રૂ.૧૭ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સાથે તેઓ અન્ય વિકાસ કાર્યોનુંપ ણ લોકાર્પણ કરશે. આ પછી વડાપ્રધાન બેચરાજી જશે. જયાં મારૂતિ-સુઝીકીના ઈ-પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને પ્લાન્ટનું નિરીક્ષણ પણ કરશે.

આ પ્રસંગે મારૂતી-સુઝુકી ગુજરાતમાં તેમના વિશેષ રોકાણની પણ જાહેરાત કરાશે. આ પછી તેઓ અમદાવાદમાં નિકોલ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાનની જાહેરસાભા અમદાવાદની મહાનગરપાલિકા માટે વિશેષ મહત્વની ગણવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ઓગસ્ટ મહિનાના અંતમાં 2025ના રોજ જાપાનની મુલાકાત જશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સંબંધો વધારવાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વની છે.

આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી જાપાનના વડા પ્રધાન ફુમિયો કીશિદાનાં સાથે ભારત-જાપાન વાર્ષિક શીર્ષક સમિટમાં ભાગ લેશે. આ મુલાકાતમાં વ્યાપાર, ટેક્નોલોજી અને સુરક્ષાના ક્ષેત્રોમાં બંને દેશોની સહયોગ યોજનાઓ પર ચર્ચા અને સહમતિ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

આ અગાઉ મોદીએ જાપાન અને ચીન બંને દેશોની મુલાકાત લઈ વૈશ્વિક સલામતી અને સ્થાનિક વિસ્તરણ માટે સક્રિય પગલાં લેવા માટે પ્રતિબદ્ધતા દર્શાવેલી છે. આ પ્રવાસ ભારતીય કूटનીતિના ઘણાં મહત્ત્વના પાસાઓને આગળ વધારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.