અંબાજીના કોટેશ્વર મંદિરે દાતાએ આપેલું ૧૮ કિલો ચાંદીનું થાળું ચોરાયું

પાલનપુર, અંબાજીના કોટેશ્વર ગામે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગના થાળા ઉપર જડેલા ૧૮ કિલોગ્રામનું ચાંદીનું થાળું અજાણ્યા ચોર ગેટનું તાળું તોડી લઇ જતાં શિવભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે.
આ બાબતે સિનિયર કલાર્કે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.અંબાજી પાસેના કોટેશ્વર ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે ૧૫ દિવસ પહેલાં રાજસ્થાનના જોધપુરના એક દાતા દ્વારા રૂ. ૨૧ લાખના કિંમતનું ૧૮ કિલો ચાંદીનું થાળું મંદિરના શિવલિંગના થાળા ઉપર જડવા દાન આપવામાં આવ્યું હતું.
આ થાળું ૧૮ તારીખની રાત્રે જ કોઇ અજાણ્યા ચોર મંદિરના ગેટનું તાળું તોડી જીઆઈએસએફના ગાર્ડ હોવા છતાં તેમની નજર ચૂકવી શિવલિંગના થાળા ઉપર જડેલ ચાંદીનું થાળું ચોરી લઇ જતાં શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનામાં જ અસામાજિક તત્વો દ્વારા શિવમંદિરમાં ચોરી કરાતાં તેઓને ઝડપી પકડી લઇ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ શિવભક્તો કરી રહ્યાં છે.
આ બાબતની જાણ થતાં સિનિયર કલાર્ક અને નિરીક્ષક ૫૧ શક્તિપીઠ તરીકે ફરજ બજાવતા સતીષદાન પૃથ્વીદાન ગઢવીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા એફએસએલ, ડોગ સ્કવોર્ડની મદદ લઇ તપાસ હાથ ધરી હતી.SS1MS