ઉછીના રૂપિયા નહીં આપતા બે શખ્સોનો યુવક પર તલવાર વડે હુમલો

અમદાવાદ, અમરાઈવાડીમાં મિત્ર સાથે નાસ્તો કરવા ગયેલા યુવક જોડે પાડોશમાં રહેતા બે શખ્સોએ હાથ ઉછીના રૂપિયા માગતા યુવકે મારી પાસે રૂપિયા નથી તેમ કહ્યું હતું. આથી બંને શખ્સોએ યુવક અને તેના મિત્ર સાથે માથાકૂટ કરીને યુવકના કપાળમાં તલવારનો એક ઘા મારીને જીવલેણ હુમલો કર્યાે હતો.
લોહીલુહાણ હાલતમાં ઘાયલ યુવક જમીન પર પટકાતા આસપાસના લોકો ઘાયલ યુવકને સારવાર માટે લઇ ગયા અને બાદમાં યુવકે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.અમરાઈવાડીમાં રાધાકિશન નગરમાં રહેતો સુરેશ વણઝારા (ઉ.૩૫) રિક્ષા ચલાવીને પરિવારને ગુજરાન ચલાવે છે. ગત તા.૧૭ ઓગસ્ટના રોજ તે મિત્ર સાથે નાસ્તો કરતો હતો.
ત્યારે પાડોશમાં રહેતા બે શખ્સો આવ્યા અને સુરેશ પાસે હાથ ઉછીના રૂપિયાની માગણી કરવા લાગ્યા હતા. પરંતુ યુવકે રૂપિયા આપવાથી ઇનકાર કરતા બંને શખ્સોએ યુવક અને તેના મિત્ર સાથે બોલાચાલી કરવા લાગ્યા અને યુવકને કહેવા લાગ્યા કે તું તો ભિખારી છે, તારી પાસે જ્યારે પણ રૂપિયા માગીએ ત્યારે હોતા જ નથી કહીને અપમાનિત કરતા યુવકે માથાકૂટ કરવાથી ઇનકાર કરતા બંને શખ્સોએ સુરેશ અને તેના મિત્રને ઢોર માર માર્યાે હતો.
આ દરમિયાન બંને આરોપીઓમાંથી એક આરોપી તલવાર લઈને આવ્યો અને ઉછીના રૂપિયા નહીં આપનાર યુવકના કપાળના ભાગે તલવારનો એક ઘા મારી દેતા યુવકને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવક બૂમાબૂમ કરવા લાગતા રાહદારીઓ એકઠા થઇ જતા બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ઘાયલ યુવકને ૧૦૮ની મદદે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.SS1MS