આર્યનની વેબ સીરિઝમાં શાહરુખ ખાનનો કેમિયો કન્ફર્મ

મુંબઈ, શાહરુખ ખાને પોતે દીકરા આર્યનના વેબ શો ‘બેડ્સ ઓફ બોલીવૂડ’માં કેમિયો કરી રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું છે. આ શોનું ટીઝર બહુ રમૂજી અંદાજમાં રજૂ કરાયું હતું. એક પ્રશ્નોત્તરી દરમિયાન શાહરુખે કહ્યું હતું કે પોતે શોમાં દેખા દેવાનો છે.
શાહરુખે દીકરાને પોરસ ચઢાવતાં કહ્યું હતું કે આ વેબ શો ખરેખર બહુ મનોરંજક અને લાગણીપ્રધાન હશે. વેબ સીરિઝમાં બોબી દેઓલ, રણબીર કપૂર, સલમાન ખાન, કરણ જોહર અને રણવીર સિંહ સહિતના કલાકારોનો પણ કેમિયો છે.
શોમાં બોલીવૂડનાં સારાં નરસાં પાસાં દેખાડવામાં આવશે. શાહરુખની દીકરી સુહાનાએ પિતાના પગલે એક્ટિંગમાં ઝંપલાવ્યું છે. શાહરુખ મોટા પડદે તેની કેરિયરને લિફ્ટ આપવા ‘કિંગ’ ફિલ્મ બનાવી રહ્યો છે. બીજી તરફ આર્યને ફિલ્મ રાઇટિંગ અને ડિરેક્શનનો રાહ પકડયો છે.SS1MS