Western Times News

Gujarati News

તરણેતરના મેળામાં તા. ૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ‘૨૦મો ગ્રામિણ ઓલિમ્પિક’ યોજાશે

Ahmedabad, યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ૨૦માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૧૦૦ મી.દોડ૪૦૦ મી.દોડ૮૦૦ મી.દોડગોળાફેંકલાંબી કુદ૪ ૧૦૦ મી.રીલે દોડનારીયેળ ફેંકસ્ટ્રોન્ગેસ્ટમેનસાતોડી (નારગોલ)ખાંડના લાડવા ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 

વધુમાં તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ – બહેનો માટે ૧૦૦ મી.દોડ૨૦૦ મી.દોડ૮૦૦ મી.દોડલાંબીકુદ અને ૧૨ વર્ષના બાળકો માટે લંગડી રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રોપ સ્કીંપીંગ-દોરડાકુદ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાનું રહેશે.

આ ઉપરાંત ઓપન વિભાગ રમતોમાં ભાગ લેવા ભાઈઓ-બહેનો માટે તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦૦ મી.દોડ૪૦૦ મી.દોડ૮૦૦ મી.દોડગોળાફેંકલાંબી કુદ૪ ૧૦૦ મી.રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભાઈઓ માટે નારીયેળ ફેંકસ્ટ્રોન્ગેસ્ટમેનસાતોડી (નારગોલ)ખાંડના લાડવા ખાવાની હરીફાઇકુસ્તી રમતમાં ૪૫ થી ૫૫ કિ.ગ્રા૫૫ થી ૬૮ કિ.ગ્રા અને ૬૮ કિ.ગ્રાથી ઉપરનું વજન ધરાવતા ખેલાડીઓ માટેવોલીબોલ અને કબડ્ડીમાં ૧૦ ખેલાડીઓની ટીમ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે બહેનો માટે તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે વોલીબોલકબડ્ડી તેમજ ૫૦ મી.અંતરની માટલા દોડ હરીફાઇનું આયોજન અને તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.  

અત્રે ઉલ્લેખનીય છે કેરમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગસ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર અને તેના તાબા હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી –સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ૨૦માં ગ્રામિણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ચાલુ વર્ષે આ ગ્રામિણ ઓલિમ્પિક ૨૦૨૫-૨૬ તરણેતર લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન યોજાશે.

જેમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષકૃષ્ણનગર સામેમીલ રોડલીંબડી-સુરેન્દ્રનગર ખાતેથી તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.