Western Times News

Gujarati News

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન

ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની

વર્ષ 2025માં કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ, AFC U17 એશિયન કપ 2026 ક્વૉલિફાયર અમદાવાદમાં યોજાશે

ગુજરાત સરકારે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, 2036 ઓલિમ્પિક્સની યજમાનીની અપેક્ષા

વ્યાપાર અને સાહસ માટે જાણીતું રાજ્ય ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ઝળકવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છેજે રાજ્ય માટે ગર્વની વાત છે. 2025માં જ કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપએશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વૉલિફાયર એમ ત્રણ મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.

અમદાવાદ કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની, 2025માં 3 ઇવેન્ટ્સ

અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચૅમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 યોજાશેજેમાં ચીનજાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કેભારત 22 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત AFC U17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશોમાંનો એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે. અમદાવાદમાં યોજાનાર ક્વૉલિફાયરમાં ગ્રુપ-Dની મૅચ યોજાનાર છે. જેમાં ભારતઈરાનપેલેસ્ટાઇનચાઇનીઝ તાઈપેઈ અને લેબનોન જેવા દેશો ભાગ લેશે.

2029માં ગુજરાતમાં વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન

વર્ષ 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ અને આર્ચરી એશિયા પેરા કપ- વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ અમદાવાદમાં થશે. આ ઉપરાંતભારતે વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદગાંધીનગર અને એકતા નગર (કેવડિયા)માં યોજાશે.

તો તાજેતરમાં જ 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ભારતની દાવેદારી મંજૂર કરવામાં આવી છે અને આ ઇવેન્ટ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ઇવેન્ટ્સ રાજ્યને મલ્ટી-સ્પોર્ટ હાઇ-પર્ફોર્મન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.

ગુજરાતમાં છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને વિશ્વ સ્તરની સુવિધાઓ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર લાવવાનું જે સપનું જોયું હતુંતેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. આજે રાજ્યમાં વિશ્વ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.

આમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ખેલ મહાકુંભ પહેલનો ફાળો નોંધનીય છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી નવી સ્પોર્ટ્સ પોલિસી 2022-27એ ગુજરાતના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સુવિધાઓને કારણે ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજવા સક્ષમ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.