Western Times News

Gujarati News

છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છું છુંઃ ઉષા તાઈ

મુંબઈ, લોકપ્રિય સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઓળખ બનાવનારી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે. આજે ઉષા તાઈ પાસે ઘર,ધન બધુ જ છે, તે છતાં તે એકલા રહે છે. આવો જાણીએ તે કેમ પરિવારથી દૂર એકલા રહે છે.

અભિનેત્રી ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે બાળપણથી જ તેમને અભિનયનો શોખ હતો. તેમના લગ્ન થયા છે અને તેમનો એક દીકરો પણ છે. પણ અભિનયના શોખને કારકિર્દીમાં બદલવા તેઓ કર્ણાટક છોડી મુંબઈ આવ્યા હતા. તેમણે તેમના દીકરાની જવાબદારી તેમના માતા-પિતાને સોપી દીધી હતી. વર્ષાે વીત્યા ધીમે-ધીમે તેમનો દીકરો તેમનાથી દૂર થઈ ગયો.

ત્યાર બાદ તે મુંબઈમાં એકલા રહેવા લાગ્યા અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે,’ મારો દીકરો પરિણીત છે, તેનો એક દીકરો પણ છે, પણ તે મારા ભાઈના ઘરે રહે છે. મારો નાનો ભાઈ હતો, જે હવે આ દુનિયામાં નથી.

ગયા વર્ષે ૩૦ જૂનના રોજ મારા ભાઈનું નિધન થઈ ગયું હતું. જો તેને ખબર પડતી કે હું કોઈ મુશ્કેલીમાં છું, તો તે દોડીને મારી પાસે આવતો. પણ હવે હું ૪૦ વર્ષથી એકલી રહું છું, હવે મને એકલા રહેવાની આદત થઈ ગઈ છે,’ ઉષાએ આગળ જણાવ્યું કે, ‘કોઈનું મોત ઊંઘમાં થાય છે, કોઈ હોસ્પિટલમાં જીવ ગુમાવે છે. શું ખબર કે કોણ કોઈ કેવી રીતે જીવ ગુમાવશે. મને જરા પણ ડર નથી લાગતો.

મારો જીવ ઊંઘમાં પણ ગયો તો બાજુ વાળા કહેશે કે ડોસીએ આજે દરવાજો ખોલ્યો નહીં’. ઉષા તાઇએ કહ્યું કે તેમના પરિવારમાં તેમનો દીકરો, પૌત્ર અને ભાણી છે, છતાં તે એકલી રહે છે. તેમણે કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છું છું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે ઘરે ઊંઘમાં મોત મળે તેનાથી વધુ સારું કામ કરતાં-કરતાં મોત મળે, તો સારું રહેશે. એક કલાકારને આવું જ લાગશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.