Western Times News

Gujarati News

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે

મુંબઈ, ભારતને આ વર્ષે તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૫ મળી ગઈ છે. રાજસ્થાનના જયપુરમાં આયોજિત ભવ્ય સ્પર્ધામાં ગંગા નગરની રહેવાસી મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૫મો ખિતાબ જીત્યો.

આ ટાઇટલ સાથે મનિકા વિશ્વકર્મા હવે થાઇલેન્ડમાં યોજાનારી ૭૪મી મિસ યુનિવર્સ સ્પર્ધા ૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યાં ૧૩૦ દેશોની સુંદરીઓ એક મંચ પર તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરશે.

મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૫ માટે દેશભરમાંથી ૪૮ સ્પર્ધકોએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેમની વચ્ચે સખત સ્પર્ધા બાદ રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા વિજેતા બનીને ભારતનું ગૌરવ વધાર્યું. તેમજ ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા ફર્સ્ટ રનર-અપ, હરિયાણાની મહેક ઢીંગરા સેકન્ડ રનર-અપ અને અમીષી કૌશિક થર્ડ રનર-અપ રહી.૨૨ વર્ષીય મનિકા વિશ્વકર્મા રાજસ્થાનના ગંગાનગરની મોડેલ છે.

જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી તે દિલ્હીમાં રહે છે અને પોતાની મોડેલિંગ કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. હવે મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૫માં વિજય મેળવ્યા પછી તે ચર્ચામાં આવી ગઈ છે.

આ જીત પછી મનિકાએ સ્ટેજ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના મેન્ટર્સનો આભાર માન્યો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે આ મુશ્કેલ મુસાફરી પૂરી કરી અને આમાં તેના મેન્ટર્સે તેને ઘણી મદદ કરી.

મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૫નો ખિતાબ જીત્યા બાદ મનિકાએ જણાવ્યું કે, ‘મારી યાત્રા મારા શહેર ગંગાનગરથી શરૂ થઈ. હું દિલ્હી આવી અને આ બ્યુટી કોન્ટેસ્ટની તૈયારી કરી. આપણે પોતાની અંદર આત્મવિશ્વાસ અને હિંમત જગાડવી પડશે.

આમાં બધાની મોટી ભૂમિકા રહી… હું તે બધાનો આભાર માનું છું જેમણે મને મદદ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી જ્યાં હું આજે છું… બ્યુટી કોન્ટેસ્ટ ફક્ત એક ફિલ્ડ નથી, તે એક દુનિયા છે જે વ્યક્તિના ચારિર્ત્યનું નિર્માણ કરે છે… આ આખી જીંદગીની યાત્રા છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.