હિંમતનગર નગરપાલિકાના નવા સિમાંકનમાં ૧૧ વોર્ડ બનશે, ૪૪ સદસ્યો હશે

મોડાસા નપામાં પણ આસપાસની પંચાયતો ભેળવવાની દરખાસ્ત
મોડાસા, હિંમતનગર નગરપાલિકાની આગામી વર્ષની શરૂઆતમાં મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં કેટલીક ગ્રામ પંચાયતના વિસ્તારો હિંમતનગર નગરપાલિકામાં સમાવેશ થયા પછી ૯ વોર્ડના બદલે હવે ૧૧ વોર્ડનું સિમાંકન તૈયાર કરાયુ છે. અત્યાર સુધી હિંમતનગર નગરપાલિકામાં કાઉÂન્સલરોની સંખ્યા ૩૬ હતી,
પરંતુ આગામી નગરપાલિકા ચૂંટણીથી નવા શાસકોમાં કાઉÂન્સલરોની સંખ્યા બે વોર્ડ વધવાથી ૩૬ના બદલે કુલ ૪૪ સદસ્યોની સંખ્યા થશે. ૧ વોર્ડ દીઠ ૪ સભ્યો મુજબ કુલ ૧૧ વોર્ડની કુલ ૪૪ની સંખ્યા થશે. જેમાં પ૦ ટકા મહિલા અનામત મુજબ રર બેઠકો મહિના અનામત રાખવામાં આવી છે.
પણ રાજકીય ફલક પર થતી ચર્ચા મુજબ આ નવીન વોર્ડ રચનાથી ગત ચૂંટણી કરતા ૦૮ બેઠકો વધશે અને વોર્ડ રચનામાં વ્યાપક ફેરફાર થશે. તેમાં સત્તાધારી પક્ષ ભાજપના બદલે વિરોધ પક્ષ કોંગ્રેસને રાજકીય લાભ થવાની સંભાવના જણાય છે. ભાજપ અને કોંગ્રેસે નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હિંમતનગર નગરપાલિકાની આગામી ચૂંટણી પ માસ બાદ યોજાશે. જેમાં અનામત બેઠકોની ફાળવણીના નિવારણ મુજબ ૪ બેઠકો અનુસુચિત જાતિ દલિત વર્ગ માટે અનામત રહેશે. તેમાં ર બેઠકો અનુસુચિત જાતિની મહિલા માટે રહેશે અને ર બેઠકો અનુસુચિત જન જાતિ આદિવાસી વર્ગ માટે રહેશે. તેમાં ૧ બેઠક અનુસુચિત જન જાતિ મહિલા માટે રહેશે તથા ૧ર બેઠકો પછાત વર્ગ ઓબીસી (બક્ષીપંચ) માટે અનામત રહેશે.
જે પૈકી ૬ બેઠકો ઓબીસી પછાત વર્ગ મહિલા માટે અનામત રહેશે. જયારે સામાન્ય બેઠકો ર૬માંથી ૧૩ બેઠકો સામાન્ય મહિલા માટે અનામત રહેશે. આમ કુલ ૪૪ બેઠકોમાંથી કુલ મહિલા અનામત પ૦ ટકા મુજબ રર મહિલા બેઠકો રહેશે. આ વોર્ડ રચના વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરીના આધારે છે. જયારે હજુ સુધી મોડાસા નગરપાલિકાની વોર્ડ રચના કોઈ અણસાર જાણવા મળતા નથી.
મોડાસા નગરપાલિકાએ પણ સબલપુર પંચાયત, ખલીકપુર પંચાયત, કોલીખડ પંચાયત અને સાયરા ગ્રામ પંચાયતમાંથી મોડાસા નગરની સરહદ પાસેના કેટલાક પંચાયત વિસ્તારનો નગરપાલિકામાં સમાવેશ કરવા રાજય સરકાર સમક્ષ દરખાસ્ત કરેલ છે. તેમાં કેટલીક ગ્રામ પંચાયતોએ વાંધા સાથે વિરોધ રજુ કર્યો છે. વિપક્ષે પણ વાંધા રજૂ કરતા વિવાદના લીધે પાલિકાની દરખાસ્ત મંજૂર થઈ નથી. કોર્ટ મેટર થવાની શક્યતા છે.