163 કરોડનું સાયબર ફ્રોડઃ બોગસ પેઢીઓમાં નાણાં ટ્રાન્સફર કરતા 4 ઝડપાયા

પોરબંદરમાં હિરલબા સંચાલિત રૂ.૧૬૩ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ-દુબઈ, મુંબઈ સહિતના છ વોન્ટેડ
પોરબંદર, પોરબંદરમાં ૧૬૩ કરોડના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધી સુત્રધાર હિરલબા જાડેજા સહિત ચાર આરોપીઓની ધરપકડ છે. જ્યારે દુબઈ અને મુંબઈ સહિતના છ શખ્સ હજુ વોન્ટેડ છે ત્યારે પોલીસે આ કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરી છે.
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એસ.આર.ચૌધરીએ પોરબંદરના સુરેજ પેલેસ ખાતે રેહતા હિરલબા ભૂરાભાઈ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એસ.આર.ચૌધરીએ પોરબંદરના સુરેજ પેલેસ ખાતે રહેતા હિરલબા ભૂરાભાઈ જાડેજા સંચાલિત સાયબર ફ્રોડ અંગે ગુનો નોંધી હિરલબા જાડેજા (ઉ.વ.૫૮) બોખીરાના હિતેશ ભીમાભાઈ ઓડેદરા (ઉ.૨૮),
મફતિયાપરાના અજય ઉર્ફે ઘોઘા મનસુખબાઈ ચૌહાણ (ઉ.૩૮) અને મહારાષ્ટ્રના મલાડાના સચિન કનકરાય મહેતા (ઉ.૪૮)ની ધરપકડ કરી તપાસ આરંભી હતી. દરમિયાન કરોડોના આ સાયબર ફ્રોડમાં પોરબંદરના પાર્થ મહેન્દ્રભાઈ સોનઘેલા, મોહન રણછોડભા વાજા, રાજુ બાલુભાઈ પમાર મુંબઈના નૈતિક બાલુભાઈ માવાણી, દુબઈનો રોજર ગામનો વ્યક્તિ અને આશુ નામના વ્યક્તિનું નામ ખુલતા તે તમામની શોધખોળ હાથ ધરી હતી
જો કે નહી મળી આવતા વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ટોળકીએ કાવતરૂ રચી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવ્યું હતું. ગેરકાયદે નાણા મેળવી અલગ અલગ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. પોરબંદરમાં ડાઈનામીક એન્ટરપ્રાઈઝ કોલોથેક્સ એન્ટરપ્રાઈઝ, એ.એમ.ઓ. એન્ટરપ્રાઈઝ, પાર્ટ વેર અને એમ.વી. એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ખોલી
આ ઉપરાંત જામનગર અને જુનાગઢમાં પણ બોગસ પેઢીઓ ખોલી સાયબર ફ્રોડના નાણા આ પેઢીના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. ૧૬૩ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી જેમાં કુલ ૧૩૦ જેટલી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એટીએમના સીસીટીવી કબ્જે કર્યા છે
તેમજ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોય તેના કોલ ડિટેઈલ પણ મળી આવ્યા છે. આ કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરવામાં આવી છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.