ભરૂચ નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત બન્યા
ભરૂચ: ભરૂચના લિંક રોડ ઉપર નગરપાલિકાના અનફિટ વાહને બે વિદ્યાર્થીઓના ભોગ લીધા બાદ જુના નેશનલ હાઈવે રોડ ઉપર પણ નગરપાલિકાના ટ્રેક્ટરે બાઈક ને અડફેટમાં લેતા ચાલક અને પાછળ સવાર બંને ને ઈજા થતા સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ઘટના સ્થળે જ ટ્રેકટર મૂકી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ ના લીંક રોડ ઉપર ભરૂચ નગરપાલિકાના અનફીટ વાહન ની અડફેટે બે વિદ્યાર્થીઓના મોત નિપજયા હતા જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ વહેલી સવારે ભરૂચ ના જુના નેશનલ હાઈવે પર ભરૂચ નગરપાલિકાના ટ્રેકટર ચાલકે બાઈક ને અડફેટમાં લેતા બાઈક ચાલક સહિત પાછળ સવારને નાની મોટી ઈજાઓ થતા નગરપાલિકાનો ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર મૂકી ઘટના સ્થળે થી ભાગી જવામાં સફળ થયો હતો.જોકે આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પરંતુ ભરૂચ નગરપાલિકાના વાહનોને અડફેટે અકસ્માતોની ઘટના બનતા ભરૂચ નગરપાલિકા હાલતો વિવાદમાં સપડાઈ રહી છે જોકે ભરૂચ નગરપાલિકાના કેટલા વાહનો અનફિટ છે તેની ચકાસણી ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે.કારણ કે લિંકરોડ ઉપર નગરપાલિકાના વાહનચાલકે બે માસૂમ વિદ્યાર્થીઓને અનફિટ વાહન ની ટકરરે મોત નિપજયા છે ત્યારે આજે વધુ એક ઘટના જુના નેશનલ હાઈવે પર નગરપાલિકાના ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે હવે જોવું એ રહ્યું કે પાલિકા ના વાહનો અને તેને હંકારતા ચાલકો ની જરૂરી ચકાસણી કરવામાં ક્યારે આવે છે તે જોવું રહ્યુ.