સ્વરા ભાસ્કરે જાહેરમાં સ્વીકાર્યું સપા નેતા ડિમ્પલ યાદવ પર ક્રશ

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ તેના પતિ ફહાદ અહેમદ સાથેના એક ઇન્ટરવ્યુમાં એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેણીએ કહ્યું હતું કે, “આપણે બધા બાયસેક્સ્યુઅલ છીએ” અને એવો પણ દાવો કર્યાે હતો કે વિજાતીયતા એ એક વિચારધારા છે જે સમાજે આપણા પર લાદી છે.
આ દરમિયાન સ્વરાએ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવને પોતાનો ક્રશ હોવાનું કહ્યું અને તેમની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી. .‘રાંઝણા’ અને ‘અનારકલી ઓફ આરા’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે પ્રશંસા પામેલી સ્વરા ભાસ્કર હંમેશા જાતિ, વર્ગ અને લિંગ જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહી છે. તેની સ્પષ્ટવક્તા તેને ઘણીવાર વિવાદોમાં લાવી છે.
સ્વરાએ કહ્યું, “જો લોકોને તેમના પોતાની પસંદગી પર છોડી દેવામાં આવે, તો આપણે ખરેખર બાયસેક્સ્યુઅલ છીએ. પરંતુ વિજાતીયતા એક એવી વિચારધારા છે જે હજારો વર્ષાેથી આપણા પર લાદવામાં આવી છે કારણ કે માનવ જાતિને આગળ વધારવા માટે તેને સામાન્ય બનાવવી જરૂરી હતી.આ પછી, તેણે મજાકમાં કહ્યું, “મને ડિમ્પલ યાદવ જી પર ક્રશ છે.”
આના પર, ઇન્ટરવ્યુઅરે મજાકમાં ફહાદને કાન બંધ કરવા કહ્યું. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, શું કોઈ છે જેના પર તમને ક્રશ છે અને તમે કહેવા માંગો છો? સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદ તરફ ઈશારો કર્યાે અને કહ્યું કે તેની કારકિર્દી ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થવા જઈ રહી છે. સ્વરાએ કહ્યું, જ્યારે હું ડિમ્પલ યાદવજીને મળી ત્યારે મને તેમના પર ખૂબ જ ક્રશ હતો.
ફહાદે કહ્યું, અખિલેશ યાદવજીની પત્ની. સ્વરા ભાસ્કરનો આ વીડિયો બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.સ્વરાના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
મોટાભાગની ટિપ્પણીઓ નકારાત્મક હતી. ઘણા લોકોએ સ્વરાના નિવેદનને તેની રાજકીય ઇચ્છાઓ સાથે જોડી દીધું, કારણ કે તેના પતિ ફહાદ સમાજવાદી પાર્ટીના નેતા છે.SS1MS