Western Times News

Gujarati News

ભારત લકઝરી કાર અને પાકિસ્તાન કચરો લઈ જતું ડમ્પરઃ પાક. આર્મી ચીફ

પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું

પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહનો કટાક્ષ-તેમણે કહ્યું કે, આસિમ મુનીર પોતાના નિવેદનોના કારણે જ પાકિસ્તાન સહિત વિશ્વભરમાં મજાકનો વિષય બન્યા છે

નવી દિલ્હી,  ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે શુક્રવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના તાજેતરના નિવેદનો પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આસિમ મુનીર પોતાના નિવેદનોના કારણે જ પાકિસ્તાન સહિત વિશ્વભરમાં મજાકનો વિષય બન્યા છે.

Pakistan, Asim Munir told them, “We are like a dumper truck filled with stones, and India is like a Mercedes.

રાજનાથ સિંહે જણઆવ્યું કે, આસિમ મુનીરે પોતે જ ભારતની સરખામણી લકઝરી કાર સાથે કરી દીધી છે, જ્યારે પોતાના દેશની સરખામણી ડમ્પ ટ્રક (કચરો લઈ જતું ડમ્પર) સાથે કરી છે. તેમનું આ નિવેદન પાકિસ્તાનની નિષ્ફળતાની કબૂલાત કરાવે છે.

રાજનાથ સિંહે કહ્યું કે દરેક જણ કહી રહ્યું છે કે, બે દેશ એક સાથે આઝાદ થયા અને એક દેશે સખત મહેનત, યોગ્ય નીતિઓ અને દૂરંદેશી વિચારધારાથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. જ્યારે બીજો દેશ આજે પણ ડમ્પસ્ટર (કચરાનો ડબ્બો)ની સ્થિતિમાં છે. આ તેમની (પાકિસ્તાન)ની નિષ્ફળતા છે. હું આસિમ મુનીરના આ નિવેદનને એક કબૂલાત તરીકે પણ જોઉં છું.

આ મહિનાની શરૂઆતમાં ફ્લોરિડામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં મુનીરે કહ્યું હતું કે, ભારત ફેરારીની જેમ હાઇવે પર ચાલતી મર્સિડીઝ ચમકાવી રહ્યું છે, પરંતુ આપણે કાંકરીથી ભરેલા ડમ્પર ટ્રક છીએ. જો ટ્રક કારને ટક્કર મારે, તો કોણ હારશે? આ ટીપ્પણીના કારણે મુનીર સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ટ્રોલ થયા.
સંરક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું, પાકિસ્તાની સેનાના વડાએ જાણતા-અજાણ્યે એક એવી કબૂલાત કરી છે, જે તેમની ચોર જેવી માનસિકતા ઉઘાડી પાડે છે.

જે દર્શાવે છે કે, પાકિસ્તાન તેના જન્મથી જ પીડાઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે પાકિસ્તાની સેનાના આ ભ્રમને તોડવો પડશે. ઓપરેશન સિંદૂર બાદ પણ તેમના મનમાં આ પ્રકારનો ભ્રમ છે. જે થવો ન જોઈએ.

પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતની સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ, આપણી આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે, આપણી સંરક્ષણ ક્ષમતા અને આપણા રાષ્ટ્રીય સન્માન માટે લડવાની ભાવના ખૂબ જ મજબૂત રહે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી સભ્યતામાં, આપણા રાષ્ટ્રમાં લડવાનો જુસ્સો પણ જીવંત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.